Get The App

બહાર હતા તેમને ફ્લાઇથી બોલાવ્યા, રજાઓ આપી...: UPના ત્રણ ગામમાં બન્યો લોકતંત્રનો 'મજબૂત' રેકૉર્ડ

Updated: May 21st, 2024

GS TEAM


Google News
Google News
બહાર હતા તેમને ફ્લાઇથી બોલાવ્યા, રજાઓ આપી...: UPના ત્રણ ગામમાં બન્યો લોકતંત્રનો 'મજબૂત' રેકૉર્ડ 1 - image


Jhansi Lalitpur 100 Percent Polls Record: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મતદાન વધારવા માટે સારું કામ કરવામાં આવ્યું હતું. જેમાં આ લોકસભા ચૂંટણીમાં લલિતપુરના ત્રણ બૂથોએ 100 ટકા મતદાનના રેકોર્ડ બનાવ્યા છે. અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ અક્ષય ત્રિપાઠીએ મતદાન માટે પ્રચાર સમયે ખૂબ કામ કર્યું છે. 

તેમણે માત્ર બેનરો અને પોસ્ટરો જ લગાવ્યા ન હતા, પરંતુ જવાબદારી સ્વીકારીને, મતદારોને બૂથ સુધી પહોંચવામાં પણ મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય શહેરોમાં રહેતા લોકોને પણ મતદાન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાકને ઓફિસમાંથી રજા આપવામાં આવી હતી તો કેટલાક મતદારો ફ્લાઈટ દ્વારા આવ્યા હતા.

લલિતપુર વિધાનસભા ક્ષેત્રમાં 100 ટકા મતદાન 

ઝાંસી-લલિતપુર બેઠકમાં સૌથી વધુ મતદાન માત્ર લલિતપુર વિધાનસભા ક્ષેત્રમાં થયું હતું. જો કે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં આ વખતે ત્રણ ટકા ઓછું મતદાન થયું હતું. તેમ છતાં ત્રણ ગામોએ ઈતિહાસ રચ્યો છે. મદવારા બ્લોકના સૌલદા, બુદની નરાહત અને બિરઘા બ્લોકના બમહૌરી નાગલમાં 100 ટકા મતદાન થયું હતું. આ ગામોના દરેક મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે મતદાન કાર્યકરોએ છેક બેંગલુરુ અને દિલ્હીથી મતદારોને બોલાવ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટ અક્ષય ત્રિપાઠીએ ગ્રામજનોને મતદાનનું મહત્વ જણાવી જાગૃતિ કાર્યક્રમો દ્વારા પ્રેરિત કાર્ય હતા. જેથી લલિતપુર જિલ્લામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે 100 ટકા મતદાન થયું હતું. 

બેંગલુરુથી ફ્લાઇટ દ્વારા મતદાતા આવ્યા હતા

સૈલદા ગામમાં 357 મતદારો છે. જેમાંથી એક મતદાર, શેર સિંહ બેંગલુરુમાં રહે છે. સચિવ BLO દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેર સિંહ ફ્લાઈટ લઈને ભોપાલ પહોંચ્યા અને ત્યાંથી કારમાં લલિતપુર પહોંચ્યા હતા. આ માટે શેર શિંહને સેક્રેટરી, હેડ અને અન્ય લોકોએ મદદ કરી હતી. આ ઉપરાંત આ ગામના 26 લોકો જીલ્લાની બહાર રહેતા હતા. પરતે તે લોકો મતદાન કરવા  માટે 20મેના રોજ જ તેમના ગામ પહોંચી ગયા હતા. 

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા

આ ઉપરાંત ચૂંટણી ફરજ પર રહેલા જયદીપને પણ મતદાન કરવા માટે તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને તેમને મતદાન માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે જયદીપે બમહોરી નાંગલ આવીને પોતાનો મત આપ્યો ત્યારે ગામના તમામ 441 લોકોના મતદાનથી 100 ટકા મતદાનનો રેકોર્ડ બન્યો હતો.

બહાર હતા તેમને ફ્લાઇથી બોલાવ્યા, રજાઓ આપી...: UPના ત્રણ ગામમાં બન્યો લોકતંત્રનો 'મજબૂત' રેકૉર્ડ 2 - image

Tags :