લવ મેરેજ બાદ સુથારે પત્નીને ભણાવી, હવે એકાઉન્ટન્ટ બનતાં જ પતિને છોડી જતાં આઘાત લાગ્યો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
લવ મેરેજ બાદ સુથારે પત્નીને ભણાવી, હવે એકાઉન્ટન્ટ બનતાં જ પતિને છોડી જતાં આઘાત લાગ્યો 1 - image


ઉત્તર પ્રદેશમાં એસડીએમ જ્યોતિ મૌર્યા જેવો વધુ એક મામલો સામે આવ્યો છે. ઝાંસીમાં એક મહિલાએ સરકારી નોકરી મળતા જ પોતાના પતિને છોડી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે, અઢી વર્ષ પહેલા લવ મેરેજ કરનાર એક સુથારે પત્નીને ભણાવીને નોકરીની તૈયારી કરાવી હતી. જે બાદ તેની પત્ની એકાઉન્ટ બનતા જ તેને છોડીને જતી રહી હતી.

જાણીએ શું છે સમગ્ર મામલો

મળતી માહિતી પ્રમાણે, બુધવારના રોજ જ્યારે કલેક્ટર ઓફિસમાં નવનિયુક્ત એકાઉન્ટન્ટને નિયુક્ત-પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા હતા તે સમયે સુથારી કામ કરતો એક યુવક ત્યાં પહોંચીને એક નવનિયુક્ત મહિલા એકાઉન્ટન્ટને તેની પત્ની જણાવી રહ્યો હતો. 

પતિ નીરજ વિશ્વકર્માએ જણાવ્યું કે, અમે 6 ફેબ્રુઆરી 2022ના રોજ ઓરછાના મંદિરમાં મહિલા એકાઉન્ટન્ટ સાથે લવ મેરેજ કર્યા હતા. અમે ખુશ હતા. ત્યારે મારી પત્નીનું સિલેક્શન એકાઉન્ટન્ટ માટે થઈ ગયું હતું. 

નીરજે કહ્યું," 18 જાન્યુઆરી ના રોજ તે મને છોડીને જતી રહી હતી. ત્યારથી હું પરેશાન છું.  મારી પત્ની રિચા સોની, જે હવે એકાઉન્ટન્ટ બની ગઈ છે, તેણે મને છોડી દીધો છે. તે હવે લગ્નને પણ સ્વીકારી રહી નથી. હું મારી પત્ની માટે દરેક જગ્યાએ ગયો છું. પરંતૂ પત્ની મળી નહી. તે એપોઇન્ટમેન્ટ લેટર લઇને નીકળી ગઇ છે. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે હું તેને શોધવા કલેક્ટર કચેરીમાં ગયો હતો.

યુવકે વધુમાં જણાવ્યું કે, તેની પાસે લગ્નના તમામ ડોક્યૂમેન્ટ છે અને ફેમિલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે, પરંતુ તેની પત્ની એકપણ વખત નિવેદન આપવા આવી ન હતી. 

2022માં કર્યા હતા કોર્ટ મેરેજ

આ કપલે 2022 માં ઓરછા મંદિરમાં લગ્ન કર્યા. પતિએ કહ્યું કે, "અમે આજથી 5-6 વર્ષ પહેલા મળ્યા હતા. જ્યારે તે નાના બાળકોને ભણાવતી હતી. આ મુલાકાત મિત્રતામાં બદલાઈ ગઈ. લગભગ છ મહિના પછી, આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ." પ્રેમમાં પડ્યા બાદ બંને ઓરછા મંદિરમાં લગ્ન કરવા ગયા હતા. 

પતિએ વધુમાં કહ્યું કે, “હું માત્ર એટલું જ ઈચ્છુ છુ કે,મારી પત્ની મારી સાથે રહે. તે નોકરી પણ કરી શકે છે મને કોઈ સમસ્યા નથી. આ બાદ અમારી મુલાકાત થઇ નથી. એક વાર કોતવાલીમાં અમારી મુલાકાત થઇ હતી ત્યારે તેણે મને કહ્યું કે, SDM ની પાસે જઇને શપથ આપીને આવો કે કોઇ લગ્ન થયા નથી. હું કેવી રીતે કહી શકુ કે, અમારા લગ્ન થયા નથી.”

મજૂરી કરીને પત્નીને ભણાવી હતી

પીડિતાના પતિએ કહ્યું કે, રિચાને ભણાવવા માટે અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. અમે સુથાર છીએ. અમે રોજના 400-500 રૂપિયા કમાતા હતા. શિક્ષણ પુરુ કરાવ્યુ,ઘણી વખત લોન પણ લેવી પડી. આજે અમે તેને દિવસ-રાત યાદ કરીએ છીએ. રાત્રે ઊંઘ પણ નથી આવતી. આજે મારી પત્ની મને કહે છે કે, અમે લગ્ન કર્યા નથી. અમારી પાસે લગ્નનો ફોટો અને પ્રમાણપત્ર છે, શું તે નકલી છે? અમે ફેબ્રુઆરી 2022 માં ઓરછામાં લગ્ન કર્યા હતા. 

એક તરફ પતિ પત્નીને પરત મેળવવા અધિકારીઓના ચક્કર લગાવી રહ્યો છે. બીજી તરફ યુવતીનું કહેવું છે કે, તેણે નીરજ સાથે  લગ્ન કર્યા નથી. આ તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે.



Google NewsGoogle News