Get The App

‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો...' SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો...' SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત 1 - image


Jet Airways Assets Case : સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે NCLTના આદેશને રદ કર્યો

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી.પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે જેટ એરવેઝની સમાધાન યોજનાને યથાવત્ રાખી છે અને સંપત્તિ જાલન કાલરોક કન્સોર્ટિયમ (JKC)ને સ્થાનાંતરિત કરવાના નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશને રદ કરી દીધો છે.

આ પણ વાંચો : સગીરાની છેડતી-શોષણ મામલે સમાધાનના આધારે FIR રદ ન કરી શકાય...' સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોર્ટે SBI અને અન્ય ધિરાણકર્તાઓને આપી રાહત

ન્યાયાધીશ પારડીવાલાએ એનસીએલટીના નિર્ણય વિરુદ્ધનો ચુકાદો આપી એસબીઆઈ તથા અન્ય ધિરાણકર્તાઓની અરજી સ્વિકારી લીધી છે. અરજીમાં જેટ એરવેઝની સંપત્તિ જેકેસીને સ્થાનાંતરિત કરવાની યોજનાને યથાવત્ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.

કોર્ટે એનસીએલટીની કાઢી ઝાટકણી

કોર્ટે કહ્યું છે કે, એરલાઈન્સ કંપનીનું લિક્વિડેશન લેણદારો, શ્રમિકો અને અન્ય હિતધારકોના હિતમાં છે. કંપનીની સંપત્તિ લિક્વિડેશનની પ્રક્રિયા હેઠડ વેચીને દેવાની ચુકવણી કરી શકાશે. કોર્ટે જેકેસીના પક્ષમાં નિર્ણય લેવા મામલે એનસીએલટીની ઝાટકણી પણ કાઢી છે.

આ પણ વાંચો : ભરતી શરૂ થયા બાદ નિયમો બદલશો તો ગેરકાયદે ગણાશે, સરકારી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોર્ટે ચુકાદામાં વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કર્યો

સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ-142 હેઠળ વિશેષ શક્તિઓનો ઉપયોગ કર્યો છે. આ કલમ હેઠળ કોઈપણ પડતર કેસ અથવા સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરવાના આદેશ તથા હુકમો જારી કરવાની સત્તાનો અધિકાર આપે છે.

NCLTના નિર્ણય વિરુદ્ધ SCમાં કરાઈ હતી અરજી

એનસીએલટીએ બંધ પડેલી એરલાઈન્સ કંપનીની સમાધાન યોજનાને 12 માર્ચ સુધી યથાવત્ રાખી હતી અને તેની માલિકી જેકેસીને સ્થાનાંતરિત કરવા મંજૂરી આપી દીધી હતી. જોકે ભારતીય સ્ટેટ બેંક (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) અને જે.સી.ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે એનસીએલટીના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ બેંચે ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.


Google NewsGoogle News