પૂર્વ CM વસુંધરા રાજેના કાફલામાં જીપ પલટી, ચાર પોલીસકર્મીઓ ઘાયલ
Rajasthan Accident : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના કાફલામાં પોલીસ વાનનો આજે (22 ડિસેમ્બર) ગંભીર અકસ્માત થયો છે. પાલી જિલ્લામાં રોહત અને પનિહારી ચોકડી પાસે પોલીસ જીપ પલટી ગઈ છે, જેમાં ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
બાઈકને બચાવવા જતા જીપ પલટી ગઈ
મળતા અહેવાલો મુજબ જ્યારે વસુંધરા રાજેના કાફલો પાસર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી બાઈક આવી રહી હતી. આ દરમિયાન પોલીસની જીપે બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતા જીપ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે જીપ પલટી ગઈ હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાં રૂપારામ, ભાગચંદ, સૂરજ, નવીન અને જિતેન્દ્રનું નામ સામે આવ્યું છે.
આ પણ વાંચો : સંભલમાં મંદિર બાદ હવે 250 ફૂટ ઊંડી વાવ મળી, માટી હટાવી નક્શાના આધારે થશે તપાસ
વસુંધરા રાજે જોધપુર આવી રહ્યા હતા, ત્યારે ઘટના બની
વસુંધરા રાજે મંત્રી ઓટા રામ દેવાસીની માતાના અવસાન પર સંવેદના વ્યક્ત કરવા તેમના ગામ મુંડારાથી જોધપુર પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. વસુંધરા રાજેને જીપ પલટી હોવાની માહિતી મળતા તેઓ તુરંત ઈજાગ્રસ્તો પાસે પહોંચ્યા હતા અને તેમને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને બાલીની હોસ્ટિલમાં ખસેડાયા છે. તેમણે ઈજાગ્રસ્તોની સાથે ધારાસભ્ય પુષ્પેન્દ્ર સિંહને પણ મોકલ્યા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને ફરી કોર્ટની નોટિસ, જાતિ આધારિત વસતી ગણતરી અંગે આપ્યું હતું નિવેદન