Get The App

JEE Main સત્ર -2 માટે અરજી પ્રક્રિયા શરુ, આ રીતે કરો રજીસ્ટ્રેશન, જાણો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
JEE Main સત્ર -2 માટે અરજી પ્રક્રિયા શરુ, આ રીતે કરો રજીસ્ટ્રેશન, જાણો ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ 1 - image


JEE Main 2025 Session 2 Registration: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે એટલે કે, 31 જાન્યુઆરી, JEE મેઈન 2025 સત્ર-2 માટે ઓનલાઈન અરજી માટે વિન્ડો ઓપન કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપવા માંગતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ (jeemain.nta.nic.in)ની મુલાકાત લઈ 24 ફેબ્રુઆરી, 2025 સુધી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખના  રાત્રીના 9 વાગ્યા સુધી કરી શકશે. તેમજ ફી ભરવાની સુવિધા 24 ફેબ્રુઆરીના રાત્રે 11.50 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: PM મોદીનો સોનિયા ગાંધીને જવાબ

1 થી 8 એપ્રિલ સુધીમાં યોજાઈ શકે છે પરીક્ષા 

આ પરીક્ષા એપ્રિલ મહિનાની 1 થી 8 તારીખમાં યોજાઈ શકે છે. વિગતવાર પેપર અને શિફ્ટ પ્રમાણેનું સમયપત્રક પછીથી જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ JEE મુખ્ય સત્ર-1 માટે અરજી કરી છે, તેઓ તેમનું એકાઉન્ટમાં લોગ ઇન કરીને અરજી ફોર્મ ભરી શકે છે, અને બીજા સત્ર માટે પરીક્ષા ફી ચૂકવી શકે છે. આ ઉપરાંત જેઓ આ વર્ષે પહેલી વાર JEE મેઈન (સત્ર 2 માં) માટે હાજર રહેવાના છે તેઓએ પહેલા નોંધણી કરાવવી જરુરી છે. એ પછી તેઓ અરજી ફોર્મ ભરવાનું રહેશે અને પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. 

ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની સૂચનાઓ

  • અરજી કરતી વખતે ઉમેદવારોએ ફોટોગ્રાફ, સહી, ધોરણ 10 અથવા સમકક્ષની લાયકાતનું પ્રમાણપત્ર/ માર્કશીટ અને જો PwD/PwBD નું પ્રમાણપત્ર લાગુ પડતુ હોય તો તેની સ્કેન કરેલી તસવીર અપલોડ કરવી જરૂરી છે.
  • ઉમેદવારો પાસે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો હોવો જોઈએ જેમાં 80 ટકા ચહેરો દેખાતા હોવો જોઈએ. 
  • ફાઇલનું નામ 'ફોટોગ્રાફ' હોવું જોઈએ અને તેનું કદ JPG/JPEG ફોર્મેટમાં 10 kB થી 300 kB ની વચ્ચે હોવું જોઈએ.
  • ધોરણ 10 અથવા સમકક્ષ પ્રમાણપત્ર/માર્કશીટની સ્કેન કરેલી નકલનું નામ 'વર્ગ-10  પ્રમાણપત્ર' હોવું જોઈએ અને તેનું કદ 10 kb થી 300 kb અને તે સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવું PDF ફોરમેટમાં હોવી જોઈએ.

આ પણ વાંચો: 16 ધારાસભ્યોના નિધન, સ્પીકર થયા હતા બેભાન... વાસ્તુદોષથી ગભરાયેલી રાજસ્થાન સરકારે વિધાનસભામાં કર્યા ધરમૂળથી ફેરફાર

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હવે હોમપેજ પર “JEE Main 2025 સત્ર-2 માટે ઓનલાઈન અરજી ફોર્મ” લિંક પર ક્લિક કરો.
  • JEE મેઈન 2025 સત્ર 2 માટે રજીસ્ટ્રેશની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરો અને અરજી ફોર્મની નકલ ડાઉનલોડ કરી લો.

Google NewsGoogle News