JEE Main 2025: જેઈઈ મેઇન 2025 સેશન 1ની આન્સર કી જાહેર કરાઈ, આવી રીતે કરો ડાઉનલોડ
JEE Main 2025 answer key: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ JEE મેઇન 2025 સેશન 1ની આન્સર કી બહાર પાડી છે. ઉમેદવારો jeemain.nta.nic.in પર જઈને તેને ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાનો ઍપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને તેને જોઈ શકે છે.
જો ઉમેદવારને કોઈ પણ પ્રશ્નના જવાબ અંગે કોઈ વાંધો હોય, તો તે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ચૂકવીને પોતાનો વાંધો નોંધાવી શકે છે. વિષય નિષ્ણાતો દ્વારા વાંધોનો ઉકેલ લાવવામાં આવશે જેના આધારે અંતિમ જવાબ કી પછીથી બહાર પાડવામાં આવશે.
JEE મેન્સ 2025 સેશન 1ની પરીક્ષા 22, 23, 24, 28, 29 અને 30 જાન્યુઆરી, 2025ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પહેલી શિફ્ટનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો હતો અને બીજી શિફ્ટનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો હતો. JEE મેન્સ 2025 સેશન 1નું પરિણામ 12 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર થવાની શક્યતા છે.
JEE Main 2025 Session 1 Answer key:
ઉમેદવારો JEE મેઈન 2025 પરીક્ષાની આન્સર કી કેવી રીતે ચકાસી શકે છે.
1. સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.inની મુલાકાત લેવી પડશે.
2. હવે તમારે હોમ પેજ પર આપેલ JEE Main 2025 પરીક્ષાની આન્સર કી લિંક પર ક્લિક કરવાનું રહેશે.
3. આ પછી તમારે લોગ ઇન કરવું પડશે.
4. આ પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
5. હવે તમારી સામે એક નવી વિન્ડો ખુલશે અને તમારી સ્ક્રીન પર આન્સર કી દેખાશે.
6. હવે તમે આન્સર કી PDFને ચેક કરો.
7. હવે તમે JEE મેઇન 2025 પરીક્ષાની આન્સર કી PDF ડાઉનલોડ કરી શકો છો.