Get The App

નીતીશ કુમારની JDUએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિપક્ષના સૂરમાં સૂર મિલાવી જાતિની વસ્તી ગણતરીની કરી માંગ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
નીતીશ કુમારની JDUએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિપક્ષના સૂરમાં સૂર મિલાવી જાતિની વસ્તી ગણતરીની કરી માંગ 1 - image


Caste Census News : ભાજપના વિરોધી પક્ષો દેશભરમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો સતત મુદ્દો ઉઠાવી રહ્યા છે. ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકાર પણ આ પડકારનો સામનો કરી રહી છે, ત્યારે હવે એનડીએમાં સામેલ નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડે (JDU) પણ આ મુદ્દો ઉઠાવી મોદી સરકારની ચિંતા વધારી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં કિંગમેકર બનેલી અને ભાજપની સાથી પાર્ટી હોવા છતાં જેડીયુએ વિપક્ષના સૂરમાં સૂર મિલાવ્યો છે અને તેણે અન્ય પછાત વર્ગોના કલ્યાણ અંગેની સંસદીય સમિતિમાં ‘જાતિની વસ્તી ગણતરી’ કરવાની માંગ કરી છે.

JDU, TMC, કોંગ્રેસે ઉઠાવ્યો જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો

ભાજપ નેતા ગણેશ સિંહની અધ્યક્ષતા હેઠળ સંસદીય સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં દ્રમુક સભ્ય ટી.આર.બાલૂએ પણ જાતિની વસ્તી ગણતરી કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સભ્ય મણિકમ ટેગોર અને તૃણમૂ કોંગ્રેસે (TMC) સમિતિ દ્વારા આ મુદ્દો ઉઠાવવાની માંગ કરવામાં આવી છે. બીજીતરફ જેડીયુના નેતાએ પણ વિપક્ષના સૂરમાં સૂર મીલાવ્યો છે. જેડીયુના નેતા ગિરધારી યાદવ અને ટીએમસીના નેતા કલ્યામ બેનરજી પણ ચર્ચામાં આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે. બેનરજીએ એવું પણ કહ્યું કે, સમિતિ આ મુદ્દે ગૃહમંત્રાલયને પત્ર લખશે.

આ પણ વાંચો : ‘બંગાળના CMનું નિવેદન ભડકાઉ અને દેશ વિરોધી’ સુપ્રીમ કોર્ટના વકીલે મમતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

CM નીતીશે અગાઉ જાતિ ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો

ભાજપના એક નેતાએ કહ્યું કે, સમિતિની ચર્ચાઓની યાદીમાં અનામતમાં હંગામી ભરતીઓ અને નિમણૂંકોનો મુદ્દો પણ સામેલ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, જેડીયુ દેશભરમાં જાતિની વસ્તી ગણતરી કરવાના મુદ્દાથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જ્યારે એનડીએના સાથી પક્ષ નહોતા ત્યારે તેમણે જાતિ ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો અને ગત વર્ષે તેનો ડેટા પણ જાહેર કર્યો હતો. આ ઉપરાંત તેમણે અનામત વધારવાનું બિલ પણ પાસ કર્યું હતું.

આ પણ વાંચો : બ્રિજભૂષણને જોરદાર ઝટકો, મહિલા રેસલર્સના જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટે રાહત ન આપી


Google NewsGoogle News