Get The App

'અયોધ્યામાં કોઈનું શ્રાદ્ધ છે કે શું...' રામમંદિરના આમંત્રણ વિશે જેડીયુ નેતાનું વિવાદિત નિવેદન

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
'અયોધ્યામાં કોઈનું શ્રાદ્ધ છે કે શું...' રામમંદિરના આમંત્રણ વિશે જેડીયુ નેતાનું વિવાદિત નિવેદન 1 - image


Kaushalendra Kumar gave a controversial statement : ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આને લઈને JDU સાંસદ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. 

JDU નેતાની જીભ લપસી

રામ મંદિરના ભવ્ય નિર્માણ બાદ હવે થોડા દિવસો બાદ જ રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં અનેક મહાનુભવોની ઉપસ્થિતિ રહેવાની છે જેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ત્યારે આમંત્રણને લઈને રાજકારણ શરુ થઈ ગયું છે અને અનેક રાજકીય પાર્ટીઓ તેમજ નેતાઓ દ્વારા કેટલાક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે જેનાથી વિવાદ ઉભો થાય છે. આવું જ એક વિવાદિત નિવેદન JDU સાંસદ કૌશલેન્દ્ર કુમારે આપ્યું છે જેમાં તેમણે આમંત્રણને લઈને કહ્યું હતું કે તેઓ શા માટે આમંત્રણ આપી રહ્યા છે શું કોઈના પુત્રના લગ્ન થઈ રહ્યા છે કે કોઈના પિતાનું શ્રાદ્ધ છે? જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં તેમ તેમણે અંતમાં કહ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારીએ આપ્યો જવાબ 

JDU સાંસદ કૌશલેન્દ્ર કુમારના વિવાદાસ્પદ નિવેદન પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'મૂર્ખ હંમેશા મૂર્ખની જેમ બોલશે. તે પોતે મૂર્ખ છે. આમંત્રણ એ સન્માનના પત્ર છે જેમાં કોઈને આમંત્રિત કરવામાં આવે છે. ભગવાન રામ સાથે સંબંધિત ભવ્ય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અમે નાના કાર્યો માટે આમંત્રણ મોકલીએ છીએ. જો જ્ઞાન ન હોય તે મૂર્ખ હંમેશા આવી ભાષાનો પ્રયોગ કરે છે. તેમણે તેમની મૂર્ખતા પોતાની પાસે જ રાખવી જોઈએ.

'અયોધ્યામાં કોઈનું શ્રાદ્ધ છે કે શું...' રામમંદિરના આમંત્રણ વિશે જેડીયુ નેતાનું વિવાદિત નિવેદન 2 - image


Google NewsGoogle News