Get The App

મણિપુરમાં JDUએ ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય પરત ખેંચ્યો, પ્રદેશ અધ્યક્ષને હાંકી કઢાયા

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
મણિપુરમાં JDUએ ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય પરત ખેંચ્યો, પ્રદેશ અધ્યક્ષને હાંકી કઢાયા 1 - image


JDU Explanation on Manipur Withdraws Support: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ બુધવારે (22 જાન્યુઆરી) મણિપુરની ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, હાલ આ વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. જેડીયુના મણિપુર પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજ્યપાલને આ વિશે પત્ર લખવામાં આવ્યો હતો. જોકે, હાલ પાર્ટી હાઇ કમાન્ડે તેને પદ પરથી દૂર કરી દીધા છે. આ સિવાય પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે, જેડીયુએ હજુ પણ મણિપુરમાં ભાજપ સરકારને ટેકો આપ્યો છે. મણિપુર સાથે બિહાર અને કેન્દ્રમાં પણ સંપૂર્ણ મજબૂતી સાથે જેડીયુ ભાજપના સમર્થનમાં છે.

પાર્ટી હાઇ કમાન્ડે અપનાવ્યું કડક વલણ

પાર્ટી હાઇ કમાન્ડે મણિપુરના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. કારણકે, વીરેન્દ્ર સિંહે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં, બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકાર પાસેથી જેડીયુનો ટેકો પાછો ખેંચવાની વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ UPSCએ બહાર પાડ્યું CSE 2025નું નોટિફિકેશન, 979 હોદ્દા પર થશે ભરતી, IAS-IPS બનવાની તક

વીરેન્દ્ર સિંહને કરાયા પદમુક્ત

વીરેન્દ્ર સિંહને અધ્યક્ષ પદેથી દૂર કરવાની જાણકારી આપતાં, જેડીયુએ કહ્યું કે, પાર્ટીએ મણિપુર પ્રદેશના અધ્યક્ષ વીરેન્દ્ર સિંહને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. કારણકે, તેઓએ રાજ્યપાલને પાર્ટીની સંમતિ વિના પત્ર લખ્યો હતો. શિસ્તભંગના આરોપમાં વીરેન્દ્ર સિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યપાલને લખ્યો હતો પત્ર

પાર્ટીની કાર્યવાહી પહેલાં વીરેન્દ્ર સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પત્ર લખી ભાજપ પાસેથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ પત્રમાં તેઓએ કહ્યું કે, પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં છ બેઠક જીતી હતી. જોકે, બાદમાં પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા. જેનાથી સત્તાધારી પાર્ટીની સંખ્યા મજબૂત થઈ ગઈ. આ પાંચેય ધારાસભ્યોનો ભારતના બંધારણની દસમી અનુસુચિ હેઠળ કેસ સ્પીકર સમક્ષ પેન્ડિંગ છે. 

મણિપુરમાં JDUએ ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય પરત ખેંચ્યો, પ્રદેશ અધ્યક્ષને હાંકી કઢાયા 2 - image

આ પણ વાંચોઃ VIDEO: CM યોગીએ ત્રિવેણી સંગમમાં કર્યું શાહી સ્નાન, કેબિનેટ મંત્રીઓ સાથે કરી પૂજા-અર્ચના

પત્રમાં ઇન્ડિયા ગઠબંધન સાથે જેડીયુના પહેલાના ગઠબંધને ટાંકતા સમર્થન વાપસીની પુષ્ટિ કરવામાં આવી હતી. પત્રમાં એવું પણ પુનરાવર્તન કરવામાં આવ્યું કે, મણિપુરમાં જેડીયુના એકમાત્ર ધારાસભ્ય મહોમ્મદ અબ્દુલ નાસિર વિધાનસભાના હાલના સત્રમાં વિપક્ષ સાથે બેઠા હતા.


Google NewsGoogle News