Get The App

યૌન શોષણ કેસ મામલે JDS નેતા એચ.ડી. રેવન્નાને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન

Updated: May 20th, 2024


Google NewsGoogle News
યૌન શોષણ કેસ મામલે JDS નેતા એચ.ડી. રેવન્નાને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન 1 - image


Revanna Sex Scandal: સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા JDS નેતા અને MLA એચડી રેવન્નાને બેંગ્લોર કોર્ટે જામીન આપી દીધા છે. હાલ તે વચગાળાના જામીન પર જેલની બહાર છે. તેના પર અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર સેંકડો મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આ કૌભાંડ બહાર આવ્યાના બીજા જ દિવસે પ્રજ્વલ વિદેશ ભાગી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં જર્મનીમાં છે.

એચડી રેવન્નાને વચગાળાના જામીન આપ્યા

42મી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ જેડીએસના 66 વર્ષીય એચડી રેવન્નાને વચગાળાના જામીન આપ્યા હતા. ન્યાયાધીશ પ્રીત જે એ SITની દલીલ સંભાળવાનો ઇનકાર કરીને જામીનનો આદેશ આપ્યો હતો. એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

28 એપ્રિલે એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કેસ નોંધાયો

28 એપ્રિલે એચડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કર્ણાટકના હોલેનારસીપુરા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જેના એક દિવસ પહેલા 27મી એપ્રિલે પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો હતો. આ કેસમાં તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઈની અપીલ પર ઈન્ટરપોલે પ્રજ્વલ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ પણ જારી કરી છે.

બ્લુ કોર્નર નોટિસ શું છે?

અહેવાલો અનુસાર, પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ મંગાઈ છે. આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પણ બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. બ્લુ કોર્નર નોટિસ એવા લોકો વિરુદ્ધ જારી કરવામાં આવે છે, જેના દ્વારા ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે.

બ્લુ કોર્નર નોટિસ જારી કરવાથી અન્ય દેશોની પોલીસ પણ આરોપીને શોધવામાં મદદ કરે છે. નોટીસ જારી થયા પછી ઇન્ટરપોલના સભ્ય દેશો તપાસ કરે છે કે અન્ય દેશના આરોપી તેમના દેશમાં તો નથી ને!

આ કલમો હેઠળ નોંધાયો હતા કેસ

આ કેસની તપાસ SITને સોંપવામાં આવી છે. તેણે એચડી અને પ્રજ્વલ વિરુદ્ધ IPC કલમ 354 (A) એટલે કે જાતીય શોષણ, 354 (D) પીછો કરવા, 506 મારવાની ધમકી અને 509 એટલે કે શબ્દો અથવા હાવભાવ દ્વારા મહિલાની ગરિમાનું અપમાન કરવાનો કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર રેવન્નાનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ અને મહિલાઓમાં તે છોકરીઓનો સમાવેશ થાય છે જેઓ તેમને મળવા માટે કોઈ રાજકીય મહત્વાકાંક્ષા અથવા કોઈ કામ માટે આવતી હતી. આ છોકરીઓમાં કેટલાક જિલ્લા પંચાયત સભ્યો, પોલીસકર્મીઓ અને અન્ય ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ હતી.

પીડિતાની એસઆઈટી સામે કબૂલાત 

સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાએ SITને કહ્યું કે, "તે (પ્રજ્વલ) મને ફોન કરતો અને મારા કપડાં ઉતારવા કહેતો. તે મારી માતાના મોબાઈલ પર ફોન કરતો અને મને વીડિયો કૉલ ઉપાડવા દબાણ કરતો. જ્યારે મેં ના પાડી તો તેણે મને અને મારી માતાને ધમકી આપી, જ્યારે અમારા પરિવારને આ બધું ખબર પડી, ત્યારે તેઓએ અમને સમર્થન આપ્યું અને પછી અમે ફરિયાદ નોંધાવી."

યૌન શોષણ કેસ મામલે JDS નેતા એચ.ડી. રેવન્નાને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન 2 - image


Google NewsGoogle News