Get The App

2 ખેલાડીઓ સામે ICC ની કડક કાર્યવાહી, મેચ ફીમાં ભારે પેનલ્ટી સાથે ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેર્યા

Updated: Dec 5th, 2024


Google News
Google News
Jayden Seales


ICC Fine to Jayden Seales And Kevin Sinclair: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) છેલ્લા કેટલાક દિવસોથી સતત પોતાના નિર્ણયોના લીધે ચર્ચામાં રહી છે. જેમાં તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ પર સ્લો ઓવર રેટની પેનલ્ટી ફટકારી હતી, હવે વેસ્ટઈન્ડિઝના 2 ખેલાડીઓ પર આચાર સંહિતાના ભંગ બદલ પેનલ્ટી લગાવી છે. વેસ્ટ ઈન્ડિઝમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સિરિઝમાં ટીમના ખેલાડી જેડેન સીલ્સ અને કેવિન સિંક્લેરના ખરાબ વ્યવહારના કારણે આઈસીસીએ તેમના પર મેચ ફીના 25 ટકા પેનલ્ટી પેટે ચૂકવવા આદેશ કર્યો છે.

બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને બીજા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સિરિઝ 1-1 સાથે ટાઈ થઈ હતી. આ મેચમાં જેડેન સીલ્સ અને કેવિન સિંક્લેયરને આચાર સંહિતાનું ભંગ કરવા બદલ આઈસીસી દ્વારા મેચ ફીના 25 ટકા પેનલ્ટી તેમજ એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવાની સજા કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPLની બ્રાન્ડ વેલ્યુ 1 લાખ કરોડને પાર, 4 ફ્રેન્ચાઈઝીની બલ્લે-બલ્લે

કેવી રીતે કર્યો ભંગ?

આ ટેસ્ટ સિરિઝમાં કેવિન સંક્લેયર જે ટીમ-11નો હિસ્સો ન હતો, પરંતુ બીજા મુકાબલામાં અન્ય ખેલાડીના સ્થાને ફિલ્ડિંગ કરવા મેદાન પર ઉતર્યો હતો. તે સમયે બાંગ્લાદેશ ટીમના બેટ્સમેનને અભદ્ર શબ્દો કહ્યા હતા. સિંક્લેયરને પેનલ્ટી ફટકારતાં આઈસીસીએ જણાવ્યું હતું કે, મેદાનમાં રમતી વખતે તેના દ્વારા થઈ રહેલી અભદ્ર ટીપ્પણીઓ મુદ્દે એમ્પાયર્સે તેને ચેતવણી પણ આપી હતી. પરંતુ તેણે તેને અવગણી પોતાની ખરાબ વર્તૂણક ચાલુ રાખી હતી. બીજી તરફ જેડેન સિલ્સે બાંગ્લાદેશની બીજી બેટિંગ ઈનિંગ્સની પ્રથમ ઓવરમાં વિકેટ લીધા બાદ બેટ્સમેનને ડ્રેસિંગ રૂમ તરફ ઉશ્કેરણીજનક ઈશારાઓ કર્યા હતા. 

વેસ્ટઈન્ડિઝનું ખરાબ પ્રદર્શન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજા એડિશનમાં વેસ્ટઈન્ડિઝ ટીમની કારમી હાર થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ અત્યારસુધી રમાયેલી કુલ 11 મેચોમાંથી માત્ર બેમાં જ જીત મેળવવા સફળ થઈ છે. સાત મેચમાં પરાજય થયો છે. જ્યારે બે ડ્રો રહી હતી. 

2 ખેલાડીઓ સામે ICC ની કડક કાર્યવાહી, મેચ ફીમાં ભારે પેનલ્ટી સાથે ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેર્યા 2 - image

Tags :
Jayden-SealesKevin-SinclairWI-vs-BangladeshCricket-News

Google News
Google News