ધક્કામુક્કીમાં ઈજાગ્રસ્ત ભાજપ સાંસદ પર જયા બચ્ચનનો કટાક્ષ- આટલી સારી એક્ટિંગ કોઈ ના કરી શકે
Jaya Bachchan on Pratap Sarangi: રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ઈજાગ્રસ્ત ભાજપ સાંસદ પ્રતાપ સારંગી પર કટાક્ષ કર્યો છે. જયા બચ્ચને કહ્યું કે, તેઓ એક્ટિંગ કરી રહ્યા છે. સારંગી સંસદ ભગનની સીઢી પરથી પડીને ઈજાગ્રસ્ત થયા છે. શુક્રવારે સંસદ ભવન પરિસરમાં ગૃહમંત્રી અમિત શાહની માફી અને રાજીનામાની માંગ સાથે વિપક્ષ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનમાં સામેલ જયા બચ્ચને કહ્યું, 'અમે લોકો તમામ ગૃહની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, આ લોકોએ અમને જવા ન દીધાં. તમામ સીઢીમાં જાડા લોકો ઊભા હતાં. આવી સ્થિતિમાં જો કોઈ બીજા પર પડશે, તો બાજુવાળો વ્યક્તિ પણ પડશે જ. હું તો એટલું જ કહીશ કે, આ બધો બેકાર ડ્રામા છે.'
આ ત્રણથી સારી એક્ટિંગ કરતાં આજ સુધી કોઈને નથી જોયા
જયા બચ્ચને આ વિશે વધુમાં કહ્યું, 'સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એક્ટિંગ કોઈ પણ ન કરી શકે. આ ત્રણેયથી સારી એક્ટિંગ કરતાં આજ સુધી કોઈને નથી જોયા. આ બધાં (ભાજપ નેતા) લોકો સીઢી પર ચઢી ગયા હતાં. નીચે તો અમે લોકો ઊભા હતા. અમે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. હું કહીશ કે, એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આ લોકોને આપવો જોઈએ. આ બધું કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું હતું. હું પોતે આ બધાની સાક્ષી છું, આ લોકો અમને સંસદમાં જવાથી રોકી રહ્યા હતાં. આ લોકોએ અમને ધક્કો માર્યો હતો, જેથી અમને સંસદમાં જતાં રોકી શકાય.'
આ પણ વાંચોઃ સંસદમાં બેગ પોલિટિક્સ: ભાજપ સાંસદ સારંગીએ પ્રિયંકા ગાંધીને આપ્યું '1984' લખેલું બેગ
આવા મુદ્દા પર તો કોર્ટ પણ હસશે
પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ વાતચીતમાં કહ્યું, 'રાહુલ ગાંધી પર સંપૂર્ણ રીતે ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. જે નીચે ઊભા હતાં અને લોકો ઉપર હતાં અને કમે કહી રહ્યા છો કે, અમારી તરફથી ધક્કો વાગ્યો છે. જે સંપૂર્ણ રીતે અસંભવ છે. આ તો સંપૂર્ણ રીતે હાસ્યાસ્પદ જાણ થાય છે અને હવે આ આખો મામલો કોર્ટ કચેરીમાં જશે, તો કોર્ટ હસશે. હું તો એટલું કહીશ કે, તમે લોકોએ જે પ્રકારે ડૉ. આંબેડકરનું અપમાન કર્યું છે, તેના માટે દેશની માફી માંગો. આ વાતને નકારી ન શકાય કે, અમિત શાહને ડૉ. આંબેડકર પર અશોભનીય ટિપ્પણી કરી છે, જેને કોઈપણ કિંમત પર સ્વીકાર ન કરી શકાય. આજે દેશની સામે એક મોટો મુદ્દો છે.'
અમિત શાહનો અહંકાર બહુ મોટો છેઃ પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, 'રાહુલ ગાંધી પર નોંધાયેલી એફઆઈઆર જણાવે છે કે, અમિત શાહનો અહંકાર સૌથી મોટો થઈ ગયો છે. સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને આખા દેશે જોયું છે. તેમની એ આખી વીડિયા ક્લિપ પણ લોકોએ જોઈ છે. તમામ લોકો તેના સાક્ષી છે.'
અમારી FIR પણ નોંધવામાં નથી આવીઃ પ્રમોદ તિવારી
કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, 'FIR તો અમે પણ કરી હતી. પરંતુ, જો એફઆઈઆર નથી કરવામાં આવી, તો આ સંપૂર્ણ રીતે સત્તાનો દુરૂપયોગ છે. જે સમયે ભાજપની એફઆઈઆર નોંધવામાં આવી, તે સમયે જ અમે પણ ત્યાં ગયા હતાં અને અમારી એફઆઈઆર નોંધાવી હતી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું નહીં આપે, ત્યાં સુધી અમારૂ વિરોધ પ્રદર્શન શરૂ રહેશે.