'આ તમે નવો ડ્રામા શરૂ કર્યો છે....'ફરી નામને લઈને ભડક્યા જયા બચ્ચન, ધનખડે જુઓ શું જવાબ આપ્યો
Rajyasabha MP Jaya Bachchan: સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. એવામાં રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન હાલ ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ જયારે જયા બચ્ચનને 'જયા અમિતાભ બચ્ચન' કહીને સંબોધવામાં આવ્યા હતા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. આજે પણ અધ્યક્ષ ધનખડે જયારે 100 સ્માર્ટ સિટીના સ્ટેટસ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જયા બચ્ચનનું પૂરું નામ લેતા તેઓ પોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને ગુસ્સામાં જોવા મળ્યા હતા.
જયા બચ્ચન કેમ ગુસ્સે થયા?
મનોહર લાલ ખટ્ટરનું ભાષણ પૂરું થતાં જ અધ્યક્ષ ધનખડે કહ્યું, 'સપ્લીમેન્ટરી નંબર 4, શ્રીમતી જયા અમિતાભ બચ્ચન...' આ પછી જયા બચ્ચન પોતાની સીટ પરથી ઉભા થયા અને અધ્યક્ષને પૂછ્યું - સર, શું તમને અમિતાભનો અર્થ ખબર છે? અધ્યક્ષ ધનખડે આ બાબતે જવાબ આપ્યો કે માનનીય સભ્યો, ચૂંટણી પ્રમાણપત્રમાં જે નામ દેખાય છે અને જે અહીં સબમિટ કરવામાં આવ્યું છે. તેની અંદર પરિવર્તનની પ્રક્રિયા છે. મેં પોતે 1989માં આ પ્રક્રિયાનો લાભ લીધો હતો.'
આ પણ વાંચો: જો છેડશો તો છોડીશ નહીં...: સંસદમાં કોંગ્રેસ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ
મને મારા પતિના નામ અને તેમની સિદ્ધિઓ પર પણ ગર્વ છે
જયા બચ્ચને અધ્યક્ષને અટકાવ્યા અને કહ્યું કે, 'ના સર, મને મારા નામ પર ખૂબ ગર્વ છે. તેમજ મને મારા પતિ અને તેમની સિદ્ધિઓ પર પણ ખૂબ ગર્વ છે. તેના નામનો અર્થ થાય છે કે એવી આભા જેની ભૂંસી ના શકાય. હું ખૂબ જ ખુશ છું.'
એવો થાય છે કે જેને ભૂંસી શકાય તેમ નથી. હું ખૂબ જ ખુશ છું.' આ પછી અધ્યક્ષ જગદીપ ધનખરે જયા બચ્ચનને અટકાવ્યા અને તેમને સીટ પર બેસવા કહ્યું. તેના પર જયા બચ્ચને કહ્યું- ચિંતા ન કરો. તમે લોકોએ એક નવું નાટક શરૂ કર્યું છે. જે પહેલા ન હતું.'
અધ્યક્ષે તેમની ફ્રાન્સની મુલાકાત યાદ કરી
આ પછી અધ્યક્ષે તેમની ફ્રાન્સની મુલાકાતને યાદ કરતા કહ્યું કે, 'માનનીય સભ્યો, એકવાર હું ફ્રાન્સ ગયો હતો. હોટેલમાં મને કહેવામાં આવ્યું કે દરેક ગ્લોબલ આઇકનના ફોટો છે. મેં જોયું કે ત્યાં અમિતાભ બચ્ચનની તસવીર પણ હતી. આ 2004ની વાત છે. મેડમ, આખા દેશને અમિતાભ બચ્ચન પર ગર્વ છે.' આના જવાબમાં જયા બચ્ચને મનોહર લાલ ખટ્ટર તરફ ઈશારો કરીને કહ્યું કે તેમના નામની આગળ તેમની પત્નીનું નામ પણ જોડવું જોઈએ. સાહેબ, હું તેની વિરુદ્ધ નથી પણ આ ખોટું છે.'
આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીએ પણ શેખ હસીનાને ઘરમાં આપ્યો હતો આશરો, ગાંધી પરિવાર સાથે મજબૂત સંબંધ
ધનખડે તેમની પત્નીનો ઉલ્લેખ કર્યો
વધુમાં અધ્યક્ષે કહ્યું કે મેં પણ ઘણી વાત મારો પરિચય ડો. સુદેશ પતિ તરીકે કર્યો છે. આથી મેં તમારી ભાવનાનો હંમેશા આદર કર્યો છે. સુદેશ મારી પત્નીનું નામ છે.' આથી જયા બચ્ચને માફી માંગતા કહ્યું કે મને આ વિષે ખબર ન હતી.