'મેં જયા અમિતાભ બચ્ચન બોલ રહી હું...' રાજ્યસભાના અધ્યક્ષ આટલું સાંભળતા જ ખડખડાટ હસી પડ્યાં
Rajyasabha MP Jaya bachchan: રાજ્યસભામાં શુક્રવારે આખા ગૃહમાં રમૂજનો માહોલ સર્જાયો હતો. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચે જેવુ કહ્યું કે, હું જયા અમિતાભ બચ્ચ તમને પુછી રહી છું....રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ઘનખડ આ સાંભળતાં જ ખળખળાટ હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જયા બચ્ચને હાલમાં જ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ દ્વારા જયા અમિતાભ બચ્ચ નામથી સંબોધવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, હું તમારો ચાહક છું, અને અમિતાભજીનો પણ ચાહક છું. આ વાત સાંભળી જયા બચ્ચને વિનમ્રતાથી હાથ જોડ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
જયા બચ્ચને ગૃહમાં કહ્યું કે, જયા અમિતાભ બચ્ચન તમને પુછી રહી છું કે, એટલું કહેતાં જ ધનખડ હસવા લાગ્યા હતા. ત્યારબાદ જયા બચ્ચે કહ્યું કે, શું આજે તમને લંચ બ્રેક મળ્યો છે? ત્યારે ધનખડે જવાબ આપ્યો કે, આ જ કારણ છે, કે તમે વારંવાર જયરામજીનું નામ લો છો. તેમનું નામ લીધા વિના તમને જમવાનું હજમ થતુ નથી.
અગાઉ સાંસદ જયા બચ્ચનને રાજ્યસભામાં જયા અમિતાભ બચ્ચન નામથી સંબોધવામાં આવતાં ભડકી ઉઠ્યા હતા. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે તેમને જયા અમિતાભ બચ્ચ કહેતાં જ તેમણે વિરોધ દર્શાવ્યો હતો. અને કહ્યું કે, તમે ખાલી જયા બચ્ચન પણ બોલી શકો છો. મહિલાઓનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું, તે પોતાના પતિના નામથી જ ઓળખાશે. જેનું કોઈ અસ્તિત્વ નથી. તેમની કોઈ ઉપલબ્ધિ નથી.
ઉલ્લેખનીય છે, જયા બચ્ચન લાંબા સમય સુધી બોલિવુડમાં કામ કર્યા બાદ રાજનીતિમાં સક્રિય છે. તે સતત પાંચમી વખત સપાના રાજ્યસભા સાંસદ બન્યા છે. તેમજ મહિલાઓના અધિકારો માટે સતત ચર્ચામાં રહ્યા છે.