સોનિયા ગાંધી પાસે નેહરુના પત્ર છે, તે પાછા આપો: PM મ્યુઝિયમે રાહુલ ગાંધીને કરી વિનંતી
PMML Ask To Return Nehru's Letters: પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને દસ્તાવેજો પરત કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ દસ્તાવેજો 'PMMLના ઈતિહાસનું મહત્ત્વનું પાસું' છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. રિઝવાન કાદરીનું કહેવું છે કે 2008માં યુપીએ શાસન દરમિયાન જવાહર લાલ નેહરુના 51 કાર્ટનમાં પેક કરેલા અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી (હવે PMML)ને આપવામાં આવ્યા હતા.
કાદરીએ રાહુલ અને સોનિયાને પત્ર લખ્યા
PMMLના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલાં તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી પરત કરવા કહ્યું છે.
નેહરુએ કોને પત્ર લખ્યો હતો?
જવાહરલાલ નેહરુએ આ પત્રો એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા.
કાદરીએ શું કહ્યું?
ઈતિહાસકાર અને લેખક અને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીના એક સભ્ય રિઝવાન કાદરીએ જણાવ્યું કે, 'સપ્ટેમ્બર 2024માં મેં સોનિયા ગાંધીને પત્ર લખીને વિનંતી કરી હતી કે 2008માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીમાંથી લેવામાં આવેલા 51 કાર્ટન પાછા કરે. અમે તેને જોવાની અને સ્કેન કરવાની પરવાનગી આપવા અથવા તેની એક નકલ અમને આપવા વિનંતી કરી હતી. જેથી અમે તેનો અભ્યાસ કરી શકીએ અને વારસો જાળવી રાખીએ.
આ પણ વાંચોઃ CM બન્યા બાદ તમે તો બદલાઈ ગયા' ઓમર અબ્દુલ્લાની EVM મુદ્દે સલાહ પર કોંગ્રેસ ભડકી
આ પત્રો પણ સામેલ
રિઝવાન કાદરીએ કહ્યું, 'આમાં પંડિત જવાહરલાલ નેહરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો મહત્વપૂર્ણ પત્રવ્યવહાર તેમજ પંડિત ગોવિંદ બલ્લભ પંત, જયપ્રકાશ નારાયણ અને અન્ય લોકો દ્વારા એકબીજાને લખેલા પત્રો પણ સમાવિષ્ટ છે. આ પત્રો ભારતીય ઈતિહાસનો મહત્વનો હિસ્સો છે અને રેકોર્ડ્સ દ્વારા એ સાબિત થયું છે કે સોનિયા ગાંધીના નિર્દેશ પર 2008માં તેને મ્યુઝિયમમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતાં. કાદરીએ વધુમાં જણાવ્યું કે સોનિયા ગાંધી તરફથી કોઈ જવાબ ન મળતાં તેમણે આ સંબંધમાં લોકસભાના નેતા રાહુલ ગાંધીને બીજો પત્ર લખ્યો હતો.
અમને ખબર નથી કે પત્રો શા માટે મોકલવામાં આવ્યાઃ રિઝવાન કાદરી
કાદરીએ કહ્યું, 'તેમની તરફથી કોઈ જવાબ ન મળ્યો હોવાથી, મેં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તેઓ તેને પરત લાવવામાં મદદ કરે. મેં તેમને એ પણ ધ્યાનમાં લેવા વિનંતી કરી છે કે આ દસ્તાવેજો દેશના વારસાનો એક ભાગ છે અને તેના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પાસું છે. તેને શા માટે પાછા સોંપવામાં આવ્યા હતા, તેની જાણ અમને નથી.
સંબિત પાત્રાએ સવાલો ઉઠાવ્યા
આ અંગે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ સવાલો ઉઠાવ્યા છે કે, રિઝવાન કાદરી દ્વારા આ પત્રો મ્યુઝિયમને પરત કરવાની માગ કરાઈ હોવા છતાં કેમ હજી સુધી પરત કરવામાં આવ્યા નથી. 'હું આતુર છું કે નેહરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેને સેન્સર કરવાની જરૂર છે. શું વિપક્ષ નેતા રાહુલ ગાંધી નેહરુ અને એડવિના વચ્ચેના પત્રો પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે?