બુલ્લી બાઈ એપઃ માસ્ટર માઈન્ડ ગણાતી 18 વર્ષની યુવતીને માફ કરી દેવા ગીતકાર જાવેદ અખ્તરની અપીલ
નવી દિલ્હી,તા.5.જાન્યુઆરી.2021
બુલ્લી બાઈ નામની એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીર મુકીને તેમની બોલી લગાવવાના વિવાદમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમાં પણ આ એપ પાછળની માસ્ટર માઈન્ડ 18 વર્ષની શ્વેતા સિંહ હોવાનો દાવો મુંબઈ પોલીસે કર્યો છે.
આ મામલા પર બોલીવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કહ્યુ છે કે, જો આ એપની માસ્ટર માઈન્ડ 18 વર્ષની યુવતી હોય તો તેને માફ કરી દેવી જોઈએ.જેણે હાલમાં જ કોરોના અને કેન્સરના કારણે પોતાના માતા પિતાને ગુમાવ્યા છે.
જાવેદ અખ્તરે વધુમાં કહ્યુ છે કે, મને લાગે છે કે, કેટલીક મોટી ઉંમરની મહિલાઓએ તેને મળીને કહેવુ જોઈએ કે તેણે શું ખોટુ કર્યુ છે.તેના પ્રતિ દયા દાખવીને તેને માફ કરવાની જરુર છે.
પોલીસ જેને એપ પાછળની માસ્ટરમાઈન્ડ ગણાવી રહી છે તે શ્વેતા સિહં નામની યુવતી આર્થિક તંગીનો પણ સામનો કરી રહી છે.માતા પિતા વગર ત્રણ બહેનો અને એક ભાઈનો આ પરિવાર એકલો રહે છે.
આ કેસમાં પોલીસે ઉત્તરાખંડના અન્ય એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી મયંક રાવતની પણ ધરપકડ કરી છે.