ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રામાં નેમ પ્લેટ ફરજિયાત: જાવેદ અખ્તરે કહ્યું, 'આ તો નાઝી જેવું...'

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રામાં નેમ પ્લેટ ફરજિયાત: જાવેદ અખ્તરે કહ્યું, 'આ તો નાઝી જેવું...' 1 - image


Javed Akhtar: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રા દરમિયાન પોલીસે તમામ હોટલો, દુકાનદારો અને સ્ટ્રીટ વેન્ડર્સને જાહેરમાં માલિકનું નામ લખવાની સૂચના આપી છે. આ અંગે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. હવે જાવેદ અખ્તરે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે યુપી પોલીસના આ નિર્ણયની તુલના નાઝીઓ સાથે કરી છે.

જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, મુઝફ્ફરનગર UP પોલીસે સૂચના આપી છે કે, આવનારા દિવસોમાં કોઈપણ ખાસ ધાર્મિક શોભાયાત્રાના રૂટ પર તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને વાહનો પર મુખ્ય અને સ્પષ્ટ રીતે માલિકનું નામ લખેલુ હોવુ જોઈએ. આવું કેમ? નાઝી જર્મનીમાં ચોક્કસ દુકાનો અને ઘરો પર જ નિશાન બનાવતા હતા.

મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રાને લઈને આદેશ જારી કર્યો છે. પોલીસે કાવડ યાત્રા દરમિયાન રૂટ પર આવતી તમામ હોટલો, દુકાનો અને સ્ટ્રીટ વેન્ડર્સને તેમની દુકાનોની આગળ નામ લખવા જણાવ્યું છે. પોલીસે આ નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું કે, કાવડિયાઓમાં કોઈ મૂંઝવણ ન થાય અને ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસર થાય તેવા કોઈ આક્ષેપો ન કરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અખિલેશ યાદવે કહ્યું- કોર્ટે સંજ્ઞાન લેવું જોઈએ

યુપી પોલીસના આ નિર્ણય પર અખિલેશ યાદવે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, '...અને જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફતે છે તેના નામ પરથી શું ખબર પડશે? માનનીય અદાલતે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને આવા અણધડ વહીવટ પાછળના વહીવટીતંત્રના ઈરાદાની તપાસ કરવી જોઈએ અને યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. આવા આદેશો સામાજિક અપરાધ છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવા માંગે છે.


Google NewsGoogle News