Get The App

'હિન્દુ સંસ્કૃતિને કારણે જ ભારતમાં લોકતંત્ર જીવીત પણ અસહિષ્ણુતા વધી..' જાવેદ અખ્તરનું મોટું નિવેદન

કહ્યું - એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી

જાવેદ અખ્તરે આ ટિપ્પણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન કરી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
'હિન્દુ સંસ્કૃતિને કારણે જ ભારતમાં લોકતંત્ર જીવીત પણ અસહિષ્ણુતા વધી..' જાવેદ અખ્તરનું મોટું નિવેદન 1 - image


Javed akhtar on Hindu Religion and intolerance | ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી. 

અસહિષ્ણુતા અંગે મોટું નિવેદન 

જાવેદ અખ્તરે આ સાથે જ કહ્યું કે જોકે હવે અસહિષ્ણુતા પણ વધી ગઈ છે પરંતુ દેશમાં લોકતંત્ર કાયમ છે કેમ કે હિન્દુ સંસ્કૃતિ સહિષ્ણુતાવાળી છે. જાવેદ અખ્તરે આ ટિપ્પણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રમુખ રાજ ઠાકરે (Raj Thakray) દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન કરી હતી. 

સલીમ ખાન સાથે મંચ પર દેખાયા 

આ દરમિયાન તેમની સાથે મંચ પર સલીમ ખાન પણ હાજર હતા. બંને લેખક લાંબા સમય પછી એકસાથે જોવા મળ્યા. એક સમયે બંને વચ્ચે મતભેદના અહેવાલ ફરતા થયા હતા. આ બંનેની જોડીએ જ શોલી જેવી સુપરહીટ ફિલ્મની પટકથા લખી હતી. 

જાવેદ અખ્તર બીજું શું બોલ્યાં? 

તેમણે કહ્યું કે આજે જે ફિલ્મો બની રહી છે તેને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેમ નથી. અભિવ્યક્તિની આઝાદી ઘટી છે અને હું આ વાત સતત કહેતો આવ્યો છું. જો આજે અમે શોલે લખી હોત તો મંદિરમાં અભિનેત્રી સાથે ધર્મેન્દ્રના ડાયલોગ્સ પર હોબાળો મચી ગયો હોત. આ રીતે સંજોગ ફિલ્મમાં ઓમપ્રકાશ જે રીતે ગીતમાં કૃષ્ણ અને સુદામાની કહાની સંભળાવે છે તે શું આજે એવું થઈ શકે છે? 

હિન્દુઓના વિચારો વિશાળ રહ્યા છે 

જાવેદ અખ્તરે કહ્યું કે અસહિષ્ણુતા આજે વધી રહી છે. પહેલા અમુક લોકો અસહિષ્ણુ હતા. હિન્દુ એવા નહોતા. હિન્દુઓની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે તેમના વિચાર હંમેશા વિશાળ રહ્યા છે. જો આ ખાસિયત ખતમ થઈ જશે તો એ પણ બીજા લોકો જેવા થઈ જશે. એવું ન થવું જોઈએ. 

'હિન્દુ સંસ્કૃતિને કારણે જ ભારતમાં લોકતંત્ર જીવીત પણ અસહિષ્ણુતા વધી..' જાવેદ અખ્તરનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News