રામમંદિરે જતાં 66 યાત્રીથી ભરેલી બસ પલટી, 32 ઈજાગ્રસ્ત, ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
રામમંદિરે જતાં 66 યાત્રીથી ભરેલી બસ પલટી, 32 ઈજાગ્રસ્ત, ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત 1 - image


Varansi Bus Accident and Ram Mandir News | વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી. 

બસમાં કેટલા શ્રદ્ધાળુ હતાં સવાર? 

માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો ઘવાયા હતા. બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે. દુર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઇ રહી છે જેમને બીએચયુ ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરાયા હતા. બાકી અન્ય ઘાયલોને જોનપુરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

રામમંદિરે જતાં 66 યાત્રીથી ભરેલી બસ પલટી, 32 ઈજાગ્રસ્ત, ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત 2 - image


Google NewsGoogle News