રામ સુથારે તૈયાર કરી રામ મંદિરના જટાયુની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની મૂર્તિ પણ બનાવી ચૂક્યા છે

કાંસ્ય ધાતુથી બનેલી જટાયુની 30 ફૂટ ઊંચી પ્રતિમા છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
રામ સુથારે તૈયાર કરી રામ મંદિરના જટાયુની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની મૂર્તિ પણ બનાવી ચૂક્યા છે 1 - image


Jatayu Statue Ayodhya: અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ગર્ભગૃહમાં રામલલાની 51 ઈંચની મૂર્તિ સ્થાપવામાં આવી છે. મૂર્તિને શિલ્પકાર અરૂણ યોગીરાજે શાલીગ્રામ પથ્થરથી બનાવી હતી. આ બધા વચ્ચે રામજન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. કાંસ્ય ધાતુથી બનેલી જટાયુની 30 ફૂટ ઊંચી પ્રતિમા છે જેને કુબેર ટીલા નામ આપવામાં આવ્યું છે. જાણીતા શિલ્પકાર 98 વર્ષીય રામ સુથારે આ પ્રતિમાને બનાવી છે. 

ભગવાન રામની 251 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવી રહી છે જે સરયૂ નદીના કિનારે સ્થાપિત કરવામાં આવશે, જે  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઉંચી છે અને હાલમાં સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ ધરાવે છે. આ પ્રતિમા પણ રામ સુથાર અને તેમના 65 વર્ષીય પુત્ર અનિલ સુથારે તૈયાર કરી હતી. જોકે, રામ ભક્તોની નજર હવે જટાયુ ટીલા પર છે અને બાદમાં ભગવાન રામની ભવ્ય પ્રતિમા સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચશે.

જટાયુનું પ્રતિમા બનાવવા માટે બે વિકલ્પો હતા

રામ સુથાર અને તેમના અનિલ સુથાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કુબેર ટીલા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે તેમને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. પ્રથમ આ જટાયુને આક્રમક સ્થિતિમાં બતાવવાનું હતું અને બીજું ઉડતું હોય તેવું બતાવવાનું હતું. અનિલ સુથારે જણાવ્યું હતું કે, 'મંદિર ટ્રસ્ટને જટાયું ઉડતું હોય તેવી ડિઝાઇન પસંદ આવી હતી. અમે ભગવાન રામની મૂર્તિ સંબંધિત ત્રણ ડિઝાઇન બતાવી હતી, જેમાં ભગવાન રામને અયોધ્યાના રાજા તરીકે દર્શાવાયા હતા. એ ડિઝાઈન મંદિર ટ્રસ્ટને પસંદ આવી હતી.'

રામ સુથારે તૈયાર કરી રામ મંદિરના જટાયુની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની મૂર્તિ પણ બનાવી ચૂક્યા છે 2 - image

રામ સુથાર લગભગ 70 વર્ષથી મૂર્તિ બનાવે છે

રામ સુથારે લગભગ 70 વર્ષથી મૂર્તિ બનાવે છે, જે અત્યાર સુધી 8000થી વધુ પ્રતિમા બનાવી ચૂક્યા છે. તેમણે બનાવેલી પહેલી પ્રતિમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હતી. એ પ્રતિમા સંસદ ભવનમાં સ્થાપિત કરાઈ છે. વર્ષ 1947માં દેશના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ આ પ્રતિમા બનાવવાનો તેમને ઓર્ડર આપ્યો હતો. રામ સુથારના કામથી નેહરુ ખૂબ જ પ્રભાવિત થયા હતા. બાદમાં તેમને ભાખરા નાંગલ ડેમ બનાવનાર મજૂરોની પ્રતિમા બનાવવાનો પણ ઓર્ડર અપાયો હતો. રામ સુથારે નેહરુના સૂચનથી જ એ મજૂરોની પ્રતિમા બનાવી હતી. હાલ ચેન્નાઈના મરિના બીચ પર સ્થાપિત એ પ્રતિમા ઉપર જોઈ શકાય છે.  


Google NewsGoogle News