જાપાને કરી કમાલ, વિશ્વનું પ્રથમ 6G ડિવાઈસ તૈયાર કર્યું, 5G કરતાં પણ 500 ગણી વધુ ઝડપ

હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં 5G નેટવર્ક જ ચાલે છે

Updated: May 7th, 2024


Google NewsGoogle News
જાપાને કરી કમાલ, વિશ્વનું પ્રથમ 6G ડિવાઈસ તૈયાર કર્યું, 5G કરતાં પણ 500 ગણી વધુ ઝડપ 1 - image


Japan 6G News | વિશ્વના મોટાભાગના દેશ અત્યાધુનિક 5જી નેટવર્ક સ્થાપવામાં લાગેલા છે. ભારતમાં પણ 5જી નેટવર્ક પા-પા પગલી ભરી રહ્યું છે. આ સમયે જાપાને વિશ્વની સૌપ્રથમ 6G ડિવાઇસ તૈયાર કરી લીધી છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 6G ડિવાઇસની સ્પિડ વર્તમાન 5જી ડિવાઇસ કરતાં 500 ગણી વધુ છે. તે એકસાથે પાંચ એચડી ફિલ્મો સ્ટ્રીમ કરી શકે છે. 

જાપાનીઝ કંપનીઓએ 6જી ઇન્ટરનેટ લૉન્ચ કર્યું છે. આ ડિવાઇસને જાપાનની ડોકોમો, એનટીટી કોર્પોરેશન, એનઇસી કોર્પોરેશન અને ફુજિત્સુ સહિતની ટેલિકોમ કંપનીઓે ભેગા મળીને બનાવ્યું છે. આ 6G પ્રોટોટાઇપ ડિવાઇસ 100 ગીગાહર્ટ્ઝ બેન્ડ પર ઘરની અંદર જ 100 જીબીએસની સ્પીડ હાંસલ કરી શકે છે. આ ડિવાઇસ ઘરની બહાર ગીગાહર્ટ્ઝ ની આ સ્પીડને હાંસલ કરવા માટે 300 ગીગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ કરે છે.

જો કે નવા બેન્ડમાં આ પગલું લેવા માટે નવા જ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર છે. આનો સીધો અર્થ એમ થાય કે ૬જીનો સામાન્ય પ્રજાને ઉપયોગ કરવામાં હજી સમય લાગશે. આમ છતાં, આ 5જીની નવી વર્તમાન ટેકનોલોજીથી આગળ એક મહત્ત્વની ટેકનોલોજિકલ છલાંગ કે ક્રાંતિ છે. અહેવાલ મુજબ આ સાધન 300 ફૂટ સુધીના ક્ષેત્રે આવરી લે છે, જે તેને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ભવિષ્ય માટે એક આશાસ્પદ વિકલ્પ પૂરો પાડે છે.


Google NewsGoogle News