જાપાનમાં વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત, રાહત અને બચાવ કાર્ય ચાલુ
હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ
Japan earthquake : જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા મકાનોને નુકશાન થયું હતું. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા
જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી. ગઈકાલે બપોરના સમયે આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને દરયિકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી જેના પગલે અનેક લોકો ઉચ્ચા વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પડી હતી.
રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવાઈ
હાલ રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે અને ભૂકંપમાં સૌથી વધુ અસર ઈશિકાવામાં થઈ હતી જ્યાં ભૂકંપને કારણે રનવેમાં નુક્શાન પહોંચ્યું હોવાથી એરપોર્ટને બંધ કરવામાં રાખવામાં આવ્યું હતું. જાપાનના હવામાન વિભાગ દ્વારા ગઈકાલે આવેલા ભૂકંપ બાદ સતત 90 આફ્ટરશોક આવ્યા હતા. જાપાનના વડાપ્રધાને ગઈકાલે મોડી રાત્રે કહ્યું હતું કે રોડ રસ્તાઓ તુટી જવાને કારણે રાહત અને બચાવ કાર્યની ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.