પવન કલ્યાણે NDA છોડવાના અહેવાલને 'અફવા' ગણાવ્યાં, જાણો અભિનેતાએ TDP અંગે શું કહ્યું?

જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળો ફગાવી દીધી

આંધ્રપ્રદેશના સીએમને આગામી ચૂંટણી પર ધ્યાન આપવા આપી સલાહ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
પવન કલ્યાણે NDA છોડવાના અહેવાલને 'અફવા' ગણાવ્યાં, જાણો અભિનેતાએ TDP અંગે શું કહ્યું? 1 - image

જનસેના પાર્ટીના (jan sena pary Chief) અધ્યક્ષ પવન કલ્યાણે (Pawan Kalyan) એનડીએ છોડવાની અટકળોને (Rumors Of Leaving NDA) સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે અંગે યોગ્ય જાહેરાત કરશે. એવી અફવા ફેલાઇ હતી કે કલ્યાણ TDPને સમર્થન આપવા માટે NDAમાંથી બહાર નીકળી ગયા છે. આ ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સામે પણ આકરા પ્રહારો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. 

જગન મોહન રેડ્ડીને સલાહ

પવન કલ્યાણે ગુરુવારે કૃષ્ણ વારાહી યાત્રાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે NDAમાંથી બહાર આવતા પહેલા હું મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને અન્ય YSRCP નેતાઓને સલાહ આપવા માંગુ છું. તમારે પાર્ટીનું ધ્યાન રાખવું જોઈએ. તમે ચૂંટણી પર ધ્યાન આપો. તમે 175 બેઠકો કેવી રીતે જીતી શકો છો તે નક્કી કરો અને જ્યાં સુધી મારા NDAમાંથી બહાર નીકળવાની વાત છે, મારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો નંબર છે. જો એનડીએથી અલગ થવાની વાત આવશે તો હું પોતે જ તમને તેના વિશે જણાવીશ.

હું NDAમાં જ છું

દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા કલ્યાણે કહ્યું કે હું એનડીએમાં જ છું. પરંતુ હું અહીં માત્ર એ કહેવા આવ્યો છું કે અમે ટીડીપીને સમર્થન આપીશું. પાર્ટી હજુ પણ નબળી છે. તેનો અર્થ એ નથી કે હું NDA છોડી રહ્યો છું. હું જનતાને સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે સંપૂર્ણપણે એનડીએ સાથે છીએ. અમે  ટીડીપી સાથે પણ રહીશું. કારણ કે YRCPને હટાવવા માટે TDPનું સમર્થન જરૂરી છે.

TDPનું સમર્થન કરશે પવન કલ્યાણ

ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ 14 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજામુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત NDAની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પવન કલ્યાણે કહ્યું હતું કે, તે ભાજપનું સમર્થન કરશે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ સારી રહી અને આ દરમિયાન આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. પોતાની પાર્ટી તરફથી મેં પીએમને વચન આપ્યું છે કે, અમે તેમની સાથે ઊભા છીએ. 

પવન કલ્યાણે NDA છોડવાના અહેવાલને 'અફવા' ગણાવ્યાં, જાણો અભિનેતાએ TDP અંગે શું કહ્યું? 2 - image


Google NewsGoogle News