Get The App

ભારતની એક એવી કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને અભ્યાસ કરે છે, કારણ જાણશો તો લાગશે નવાઇ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ભારતની એક એવી કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને અભ્યાસ કરે છે, કારણ જાણશો તો લાગશે નવાઇ 1 - image


નવી મુંબઇ,તા. 15 માર્ચ 2024, શુક્રવાર 

હેલ્મેટ એ આજના સમયમા ખૂબ જરુરી બની ગયુ છે. બાઇક ચલાવતા લોકોના માથા પર અથવા ક્રિકેટ રમતા ખેલાડીઓના માથા પર હેલ્મેટ પહેરેલા હોય છે. પરંતુ શુ તમે કોલેજના સ્ટુડન્ટના માથા પર હેલ્મેટ પહેરેલુ જોયુ છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કોલેજના બાળકો માથા પર હેલ્મેટ પહેરીને અભ્યાસ કરતા જોઈ શકાય છે. વીડિયો જોયા પછી તમને આશ્ચર્ય થશે પરંતુ તેની પાછળનું કારણ ખૂબ જ દુઃખદ છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઝારખંડના જમશેદપુરનો છે, કોલ્હન યુનિવર્સિટીની વર્કર્સ કોલેજની ઈમારત એટલી જર્જરિત છે કે દરરોજ ઈમારતની છતનો કોઈને કોઈ ભાગ પડતો રહે છે. હા આ બિલ્ડીંગ એટલી જૂની છે કે ગમે ત્યારે પડી શકે છે. આ જ કારણ છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને અભ્યાસ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ ક્લાસની છતનું પ્લાસ્ટર રૂમ પડી ગયો હતો, જોકે કોઈને ઈજા થઈ ન હતી. આ કારણે જ આ કોલેજના બાળકો માથા પર હેલ્મેટ પહેરીને ક્લાસમાં આવે છે.

આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ મામલે કોલેજ મેનેજમેન્ટને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વાયરલ વીડિયોમાં કોલેજની દિવાલો પર ઉખડી ગયેલું પ્લાસ્ટર જોઈ શકાય છે. વર્ગખંડની દિવાલો પણ જર્જરિત દેખાય છે.

કોલ્હન યુનિવર્સિટીની આ કોલેજની સ્થાપના લગભગ 65 વર્ષ પહેલા 1959માં થઈ હતી. તે સમયે આ કોલેજ ઝારખંડની સારી કોલેજોમાં સામેલ હતી, પરંતુ વિકાસના અભાવે આ કોલેજ ઘણી પાછળ રહી ગઈ હતી. હાલમાં, કોલેજ પ્રશાસને વર્ગખંડોને તાળા મારી દીધા છે અને વિદ્યાર્થીઓને સલામતીના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી છે. 


Google NewsGoogle News