Get The App

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી મહિલાનું મોત, 5 ડૉક્ટરોને કરાયા સસ્પેન્ડ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી મહિલાનું મોત, 5 ડૉક્ટરોને કરાયા સસ્પેન્ડ 1 - image


Government Medical College Rajouri: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરકારી મેડિકલ કોલેજ (GMC)ના પાંચ ડૉક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય ગર્ભવતી મહિલાના મોત બાદ લેવામાં આવ્યો છે. મોતની ઘટના બાદ હોસ્પિટલની બેદરકારી પર સવાલો ઉઠ્યા છે.

રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી મહિલાનું મોત

રવિવારે બપોરના સમયે કોટરંકા તહસીલના બદહાલની રહેવાસી રાઝિમ અખ્તર (ઉ.35)નું રાજૌરીના જીએમસીમાં મૃત્યુ થઈ ગયું હતું. તે સાડા પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતી. અગાઉ તેની સારવાર કંડીની હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ બાદમાં તેને રાજૌરીના જીએમસીમાં રિફર કરવામાં આવી હતી. 



સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટર્સમાં કોણ?

આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે ડોકટરો અને પેરામેડિક્સ અને સપોર્ટ સ્ટાફ સહિત અન્ય આઠ સ્ટાફ સભ્યોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા ડોકટરોમાં ડો. વિનુ ભારતી, ડો. નીતુ, ડૉ. શાકિર અહેમદ પારે, ડૉ. શફકતઉલ્લા અને ડૉ. અનીફ સલીમ રાથર સામેલ છે. મહિલાની સારવાર ચાલી રહી હતી ત્યારે આ તમામ ડૉક્ટરો ઈમરજન્સી વોર્ડમાં નાઈટ ડ્યુટી પર હતા.

આ પણ વાંચો: એકનાથ શિંદેએ વિનોદ કાંબલીની કરી આર્થિક મદદ, સારવાર માટે 5 લાખ રૂપિયા આપ્યા

અન્ય આઠ સભ્યો ઉપરાંત બે ડૉક્ટરોને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તેમને કથિત બેદરકારી અંગે જીએમસી રાજૌરીના પ્રિન્સિપાલને સ્પષ્ટતા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજકીય નેતાઓએ હોસ્પિટલની ટિકા કરી

મોતની ઘટના બાદ રાજકીય નેતાઓ દ્વારા હોસ્પિટલની ટીકા કરવામાં આવી છે. બુધલના ધારાસભ્ય જાવેદ ઈકબાલ ચૌધરીએ મહિલાના મોત પર ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ રાજૌરીના ધારાસભ્ય કમર હુસૈને આ ઘટના બાદ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મામલે જવાબદારીની માગ કરી.


Google NewsGoogle News