‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે આપણે સ્વીકારવું પડશે કે આતંકવાદનો એક ધર્મ છે અને તે ઈસ્લામ છે. તેમણે કહ્યું કે જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે, તેઓ હિન્દુ છે કે નહીં, ત્યારે શું આપણે હિન્દુઓના રક્ષણની ચિંતા કરીએ છીએ?
શંકરાચાર્યએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આતંકવાદી હુમલા પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકાર પર પ્રહારો કરી કહ્યું કે, આ સરકારો તેમની જવાબદારીથી ભાગી શકે નહીં. આતંકવાદીઓ પહેલગામમાં કેવી રીતે ઘૂસ્યા અને ટુરિસ્ટોને કેવી રીતે નિશાન બનાવ્યા? સુરક્ષિત કાશ્મીરના તમારા દાવા ક્યાં ગયા? કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શાંતિના વચનોનું શું થયું?
‘હુમલાનો બદલો લેવો જ જોઈએ’
હુમલા અંગે ગુસ્સો વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સરકારે ચાર નિર્ણયો લીધા અને હવે ચૂંટણીમાં તેનો રાજકીય લાભ લેશે, પરંતુ જેમના કારણે આ થયું તેનું શું? જેણે આ કર્યું તેને સજા થશે અને તેને સજા મળવી જ જોઈએ, બદલો લેવો જ જોઈએ, પણ જેની જવાબદારી હતી અને તેઓ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા, તેમને કોણ સજા કરશે?
જરૂર પડશે તો હિન્દુઓ હથિયાર પણ ઉપાડશે
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હવે સરકાર પાસેથી અપેક્ષાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જરૂર પડશે તો હિન્દુઓ ટ્રેનિંગ લેશે, જરૂર પડશે તો હિન્દુઓ પણ હથિયાર ઉપાડશે. પોતાનું રક્ષણ કરવું હોય તો આ કરવું જ પડશે. હવે આપણે કોના પર ભરોસો રાખીશું? તેમણે કહ્યું કે, આજે પહેલગામમાં એક વ્યક્તિને તેનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મરાઈ હતી, તેથી આપણે ચિંતિત છીએ કે હિન્દુઓનું રક્ષણ કેવી રીતે કરવું?
આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ'