Get The App

જમ્મુૃ-કાશ્મીરમાં બિન કાશ્મીરીઓ પર ફરી હુમલો, બડગામમાં આતંકવાદીઓએ બે શ્રમિકોને મારી ગોળી

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
જમ્મુૃ-કાશ્મીરમાં બિન કાશ્મીરીઓ પર ફરી હુમલો, બડગામમાં આતંકવાદીઓએ બે શ્રમિકોને મારી ગોળી 1 - image


Jammu Kashmir Attack : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે  આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત હાલમાં મજુરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ‘રાહુલ અને ખડગેએ દેશની માફી માંગવી જોઈએ’, ચૂંટણીમાં ખોટા વચનો મામલે રવિશંકર પ્રસાદના પ્રહાર

કોણ છે ઘાયલ લોકો

માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી એમ ઝુલ્ફાન મલિકના પુત્ર ઉસ્માન મલિક (20) અને એમ ઇનામ ઇલ્યાસના પુત્ર સુફિયા (25)ને ગોળી વાગી હતી. ઉસ્માનને જમણા હાથમાં અને સુફીયાનને જમણા પગમાં ઈજા થઈ છે. આ બંને વ્યક્તિઓ જલ શક્તિ વિભાગમાં દૈનિક વેતનથી કામ કરતા હતા. બંને કામદારોને ગોળી વાગી છે. જોકે હાલમાં આ બન્નેની હાલત સ્થિર હોવાના સમાચાર છે. બંને ઘાયલોને JVC હોસ્પિટલ બેમિનામાં દાખલ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં આ પ્રકારે થયા છે અનેક હુમલા

ઉલ્લેખનીય છે કે, આવી ઘટના પહેલીવાર નથી બની કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આ પહેલા પણ અનેક વખત આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે બાટાગુંડ ત્રાલમાં ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરનો આ ત્રીજો કિસ્સો બન્યો હતો. એટલે એનો અર્થ એ થયો કે, આજની ઘટનાને લઈને તાજેતરમાં જ આવા કુલ ચાર કિસ્સા નોંધાયા છે. જેમાં આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં ચોંકાવનારો બ્લાસ્ટ! મોબાઈલ ખિસ્સામાંથી ગરમ તેલમાં પડતા ભયંકર ધડાકો, એકનું મોત

જમ્મુ-કાશ્મીરમાં સંગઠિત આતંકવાદમાં ઘટાડો થયા બાદ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગયા વર્ષે પણ આતંકવાદીઓએ અલગ-અલગ વિસ્તારોમાં બિન-કાશ્મીરીઓને પસંદ કરીને માર્યા હતા. અનંતનાગ, પુલવામા અને પૂંચમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ નોંધાઈ છે.



Google NewsGoogle News