નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ, સર્વાનુમતે ઓમર અબ્દુલ્લાના નામે મોહર લાગી
National Congress Meeting : નેશનલ કોન્ફરન્સ(એનસી)ના ધારાસભ્ય દળની બેઠક આજે નવાઈ સુબાઈ પાર્ટીના મુખ્યાલયમાં શરુ થઈ, જેમાં પાર્ટીના નેતા ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે ઓમર અબ્દુલ્લાની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. શ્રીગુફવારા બિજબેહરાથી ચૂંટાયેલા ધારાસભ્ય બશીર વીરીએ આ જાણકારી આપી હતી. તો બીજી તરફ અન્ય નેતા સલમાન સાગરે કહ્યું કે અમારા માટે આ ભાવુક પળ હતી, જ્યારે અમે ઓમર અબ્દુલ્લાને સીએમ પદ માટે નામાંકિત કર્યા.
બેઠક પહેલાં કેટલાક નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી. તનવીર સાદિકે કહ્યું કે અમે અમારા વચન પર અડગ છીએ. જમ્મુ કાશ્મીરને એક મજબૂત અને જીવંત નેતૃત્વની જરૂર છે અને મને લાગે છે કે ઓમર અબ્દુલ્લા કરતાં વધુ સારું કોઈ ન હોઈ શકે. હસનૈન મસૂદીએ જણાવ્યું કે સરકાર બનતાં જ અમે કલમ 370 દૂર કરવા પર કામ કરીશું. અમે બધા વચનો પૂરા કરીશું જે એનસીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા.
ફારૂક અહમદ શાહે કહ્યું કે લોકોએ એનસી પર વિશ્વાસ મૂક્યો છે. અમે અમારા નેતાઓની ભલામણ પર કાયમ રહીશું. જમ્મુ કાશ્મીરને એક મજબૂત અને પ્રભાવી સરકારની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે એનસી કલમ 370ને હટાવવા અને ઑગસ્ટ 2019માં છિનવાયેલા અધિકારો માટે લડાઈ ચાલુ રાખશે.
જાવેદ અહમદ બેગે કહ્યું કે લોકોએ એનસી પર વિશ્વાસ મૂક્યો છે, અમે યુવાનોને રોજગાર આપવા પર કામ કરીશું. અમે તે મુદ્દાઓ પર ધ્યાન આપીશું જે કલમ 370ને દૂર થયા બાદ વણઉકેલાયા રહી ગયા છે.
સુરિંદર ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે લોકોએ તેમના વિરૂદ્ધ મતદાન કરીને 2019ના ભાજપના નિર્ણયને સ્પષ્ટરૂપથી નકારી કાઢ્યો છે. ભાજપે જમ્મુ કાશ્મીરના દરેક પાસાઓની ઉપેક્ષા કરી છે અને લોકોએ તેમને હરાવીને વોટો વડે જવાબ આપ્યો છે.
શમીમા ફિરદૌસે કહ્યું કે લોકોએ એનસીમાં જે વિશ્વાસ મૂક્યો છે, તે મને તેમની આશાઓ પર ખરા ઉતરવા પર પ્રેરિત કરશે. બેઠકમાં અલ્તાફ કલૂ, બશીર વીરી. મુશ્તાક ગુરુ, અર્જુન સિંહ રાજૂ, જાવેદ મિરચાલ, સજાદ શાહીન, સૈફુલ્લા મીર સહિત અન્ય નેતા પણ સામેલ થયા. આજની બેઠકમાં અધ્યક્ષના દિશા-નિર્દેશો પર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાવવાની સંભાવના છે. એનસીએ જનતાને કરેલા તમામ વાયદાને પૂરા કરવાનું આશ્વાસન આપ્યું છે.