હાડ થીજવતી ઠંડી વચ્ચે ભારતીય સેના અડગ, -20 ડિગ્રી તાપમાનમાં ચાલી રહી છે ઓપરેશનલ તૈયારીઓ
Indian Army: લદાખની હાડ થીજવતી ઠંડી, બરફના તોફાન, હિમપ્રપાતનો ખતરો અને ચીન-પાકિસ્તાનના કાવતરાં છતાં પણ ભારતીય સૈનિકો સરહદો પર અડગ છે. લેહના ઉપરના વિસ્તારોમાં માઇનસ 20 ડિગ્રીથી ઓછા તાપમાનમાં સેનાના કામ્બેટ એન્જીનીયર્સ ઓપરેશનલ તૈયારીઓને તેજ બનાવી રહ્યા છે. અભ્યાસ દરમિયાન કોમ્બેટ એન્જીનીયર્સ સેનાના કાફલાને બોર્ડર સુધી પહોંચવા માટે ટુંક સમયમાં પુલ બનાવવાની તાલીમ આપી રહ્યા છે.
જોખમી વિસ્તારોમાં કોમ્બેટ એન્જિનિયરોની મહત્ત્વની ભૂમિકા
બીજી તરફ, સિયાચીન ગ્લેશિયર અને પૂર્વી લદાખના સૌથી ઊંચા વિસ્તારોમાં સૈનિકો હાલમાં LoC પર વિશેષ પેટ્રોલિંગ કરીને ઉચ્ચ સ્તરની તકેદારી દર્શાવી રહ્યા છે. યુદ્ધના મેદાનમાં કોમ્બેટ એન્જિનીયર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સરહદ તરફ સેનાની આગળ વધવામાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની છે.
હાલના સમયમાં લેહમાં 12 હજારથી વધુની ઊંચાઈ પર ભારે ઠંડી વચ્ચે સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સની એન્જિનિયરિંગ રેજિમેન્ટના અધિકારીઓ અને સૈનિકો મોરચો સંભાળી રહ્યા છે. ઉચ્ચતમ વિસ્તારોમાં સેનાની એન્જિનિયરિંગ રેજિમેન્ટની કવાયત એ અધિકારીઓ અને સૈનિકોના તમામ હવામાન પરિસ્થિતિઓમાં યુદ્ધ માટે તૈયાર રહેવાના આત્મવિશ્વાસનું પ્રતીક છે.
લદાખ જેવા મુશ્કેલ વિસ્તારમાં યુદ્ધના મેદાનમાં કોમ્બેટ એન્જિનિયર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમની પાસે ઝડપથી કાર્યવાહી કરવાની અને સેનાની ટેન્ક અને વાહનોને સરહદની નજીક લાવવા માટે પુલ, ટ્રેક અને હેલિપેડ વગેરે બનાવવાની ક્ષમતા છે.
હંમેશા સૈનિકોનું મનોબળ ઉંચુ હોય છે
લદાખની કડકડતી શિયાળામાં જવાનોનું મનોબળ હંમેશા ઉંચુ રહે છે. સૈનિકોને સિયાચીન ગ્લેશિયર જેવા વાતાવરણમાં કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. અહીં જીવન સરળ નથી. જાન્યુઆરીમાં સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઈનસ 50 ડિગ્રી થઈ જાય છે.
સિયાચીન ગ્લેશિયરની સાથે પૂર્વ લદાખના ગાલવાન જેવા વિસ્તારોમાં ભારતીય સૈનિકો ઉચ્ચસ્તરની સતર્કતા જાળવી રહ્યા છે અને દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે.
ડિસેમ્બરની ઠંડી વચ્ચે ઓપરેશનલ તૈયારીઓને ઝડપી બનાવવા માટે ઉત્તરી કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમાર અને ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કોર્પ્સ કમાન્ડરે પણ ઘણી મુલાકાતો કરી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સાથે લદાખની રોડ કનેક્ટિવિટી ખોરવાયા બાદ એરફોર્સના વિમાન ચંદીગઢથી ઉડાન ભરીને લદાખમાં સેનાની જરૂરિયાતોને પૂરી પાડે છે.
એમવી સુચેન્દ્ર કુમારે સેનાના વખાણ કર્યા
સેનાના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમારે ઉત્તરી કમાન્ડમાં આર્મી માટે પુરવઠો એકત્ર કરવા માટે સેના અને એરફોર્સના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
તેમણે આશા વ્યક્ત કરી કે સૈન્ય માટે સપ્લાય ચેન જાળવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે. સેના શિયાળા દરમિયાન લદાખમાં જરૂરિયાતનો સામનો કરે છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં સ્ટોર કરે છે.
પડકારોનો સામનો કરવા તૈયાર
લદાખના પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ પીએસ સિદ્ધુ કહે છે કે, 'સેના શિયાળાના પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે. કડકડતી ઠંડી વચ્ચે ઓપરેશનલ તૈયારીઓની સાથે સાથે અંતરિયાળ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આર્મી પણ હાજર છે. લોકોને રાહત આપવા માટે કેમ્પ લગાવવાની સાથે સાથે રમતગમતની સ્પર્ધાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.'