Get The App

જમ્મુ-કાશ્મીરમાં ફરી અથડામણ, કઠુઆમાં હેડ કોન્સ્ટેબલ શહીદ, બે ઘાયલ, ઓપરેશન યથાવત

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં ફરી અથડામણ, કઠુઆમાં હેડ કોન્સ્ટેબલ શહીદ, બે ઘાયલ, ઓપરેશન યથાવત 1 - image


Jammu-Kashmir Terrorism : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના મંડળી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ દરમિયાન શનિવારે (28 સપ્ટેમ્બર) જમ્મુ-કાશ્મીર પોલીસના એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયાં છે અને બે અધિકારીઓ ઘાયલ થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ વિસ્તારના અધિક પોલીસ મહાનિદેશન આનંદ જૈન (ADGP) અને વરિષ્ઠ અધિકારી ઓપરેશન પર નજર રાખવા માટે પહોંચી ગયાં છે. 

પોલીસ હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદ શહીદ

પોલીસ પ્રવક્તાએ આનંદ જૈનના જણાવ્યા અનુસાર, 'કોગ ગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ દરમિયાન પોલીસના એક હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદ શહીદ થઈ ગયાં અને એક મદદનીશ સબ ઈન્સ્પેક્ટર ગોળી લાગવાથી ઘાયલ થઈ ગયાં છે. ઘર્ષણમાં એક નાયબ પોલીસ અધિક્ષક (DYSP) પણ ઘાયલ થયાં છે.'

આ પણ વાંચોઃ ચીન સરહદે ભારતીય સૈન્યે તોપ, ડ્રોન સહિત આધુનિક હથિયારો તૈનાત કર્યા

બાતમી આધારિત શરૂ થયું ઓપરેશન

આ વિશે વધુ માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે, 'સાંજે આશરે સાડા પાંચ વાગ્યે સુરક્ષા દળોને એક ઘરમાં આતંકવાદીઓના એક સમૂહની હાજરીની સૂચના મળી હતી. જેથી, ગામમાં નાકાબંધી અને તલાશી શરૂ કરી હતી, આ દરમિયાન અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો. સુરક્ષા દળ લક્ષિત ઘર સુધી પહોંચ્યું કે, તુરંત પાછળથી આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. ત્યાર બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આજુબાજુની સુરક્ષા શિબિરોથી વધારાના સુરક્ષા દળને બોલાવવામાં આવ્યા અને સાથે જ આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી.'

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ

અધિકારીઓએ જણાવ્યું કે, શરૂઆતી ગોળીબાર બાદ થોડીવાર માટે શાંતિ રહી અને સાંજ પડતાં જ બંને પક્ષોની વચ્ચે ગોળીબાર તેજ થઈ ગયો અને છુપાયેલા આતંકવાદી અંધારાનો ફાયદો ઉઠાવીને નાકાબંધી તોડવાનો પ્રયાસ કરવા લાગ્યા. વિસ્તારમાં ચાંપતી નજર રાખવા માટે ડ્રોન સહિત આધિનિક ઉપકરણ તૈનાત કરવામાં આવ્યા છે. 


Google NewsGoogle News