VIDEO: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, ત્રાલમાં રજા પર ગયેલા સૈનિકને ગોળી મારી હત્યા કરી
Terrorist attack in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરમાં વધુ એકઆતંકવાદી હુમલો થવાની ઘટના બની છે. અહીંના અવંતીપોરાનાં ત્રાલમાં આતંકવાદીઓએ સેનાના એક જવાનને ગોળી મારી દીધી હતી. મળતા અહેવાલો મુજબ, સેનાનો જવાન રજા પર ઘરે આવ્યો હતો. સૈનિકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઘાયલ સૈનિકની ઓળખ મુસ્તાખ અહેમદ સોફી તરીકે થઈ છે. તેઓ 29 રાષ્ટ્રીય રાઈફલ્સમાં ફરજ નિભાવે છે. હાલ મુસ્તાખની પોસ્ટિંગ બારામુલ્લામાં છે અને તેઓ ત્રાલમાં પોતાના ઘરે આવ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
અગાઉ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો
બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મી પોસ્ટ પર બે ગ્રેનેડ ફેંક્યા હતા. આમાંથી એક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગઈ કાલે એન્કાઉન્ટરમાં લશ્કરના આતંકીને ઠાર કરાયો હતો
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલાઓ કરી રહ્યા છે. ગઈકાલે (3 ડિસેમ્બર) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં લશ્કરનો આતંકવાદી ઠાર થયો હતો. 20 ઓક્ટોબરના રોજ ગગનગીરમાં ટનલ કંપનીના કેમ્પ સાઈટ પર થયેલા હુમલામાં સામેલ મોસ્ટ વોન્ટેડ આતંકીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. લશ્કર કમાન્ડર જુનૈદ રમઝાન ભટ તરીકે ઓળખાય છે.