'ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો પડશે', ચૂંટણી રેલીમાં રાહુલનો હુંકાર
Rahul Gandhi at Ramban, Jammu kashmir : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે (4 સપ્ટેમ્બર 2024) રામબન પહોંચ્યા હતા. રાહુલે અહીં ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે, 'હું અહીં તમારા દરેકનું સ્વાગત કરું છું. તમે જોયું હશે કે સમગ્ર દેશમાં ભાજપ - આરએસએસના લોકો હિંસા અને ભય ફેલાવી રહ્યા છે. લડાઈ માત્ર બે જ વસ્તુઓ વચ્ચે છે, નફરત અને પ્રેમ. અમે એક સૂત્ર આપ્યું છે કે, નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા હરાવી શકાશે. પહેલાં મોદી છાતી કાઢીને આવતાં હતા પરંતુ હવે..... (ઇશારાથી કહે છે) આ રીતે આવે છે.
'જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવો પડશે'
જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા વિશે રાહુલ ગાંધીએ ક્હ્યું કે, 'પહેલીવાર હિંદુસ્તાનના રાજ્યમાંથી લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવો પડશે. તમારી પાસેથી અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. અમે દેશને બંધારણ આપ્યું છે. તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે. અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જો મળે અને પછી ચૂંટણી યોજાય, પરંતુ ભાજપ આવું નથી ઇચ્છતી. પરંતુ ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, અમે એટલું દબાણ કરીશું કે ભાજપને રાજ્યનો દરજ્જો આપવો પડશે. મોદીજીએ સમગ્ર દેશમાં બેરોજગારી ફેલાવી છે. તમે અદાણીનું નામ સાંભળ્યું છે? અદાણી મોદીજીના મિત્ર, જે બધા નાના કામ કરે છે, અને મોદીજી તેમના માટે GST લઈ આવે છે.'
આ પણ વાંચો: ‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો...’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ
સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડે છે
જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય ભાગો કરતાં વધુ બેરોજગારી છે. ક્યારેક મોદીજી દરિયાની નીચે ચાલ્યા જાય છે, તો ક્યારેક કોઈ રાજનેતાને ગળે લગાડે છે. પરંતુ તેઓ ક્યારેય બેરોજગારી વિશે વાત નથી કરતા. કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સની સરકાર સત્તામાં આવવાની છે. અમે દરેક સરકારી ખાલી જગ્યાઓ ભરીશું અને તેની વયમર્યાદાને 40 વર્ષ સુધી વધારીશું. તેમજ દૈનિક વેતન મજૂરોની કાયમી ભરતી કરીશું.
આ પણ વાંચો : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં થશે ‘દંગલ’, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લડશે ચૂંટણી
હવે તો નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના લોકોથી ડરે છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, "હવે નરેન્દ્ર મોદી ભારતના લોકોથી ડરે છે અને હવે થોડો સમય બાકી રહ્યો છે, અમે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને હટાવીશું. અમે ઇચ્છીએ છીએ કે દેશમાં ભાઈચારો રહે, દરેકને સન્માન મળે, અને એકબીજા સાથે સારી રીતે વાત થાય."
કાશ્મીરમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, "કાશ્મીરમાં અમારી સરકાર બનશે અને તમારા માટે પૂરા દિલથી કામ કરવામાં આવશે. આ એક સુંદર જગ્યા છે, ચૂંટણી પછી મારે અહીં ફરી આવવું પડશે. સાંગલદાન એક ખૂબ જ સુંદર જગ્યા છે. હું અહીં ઓછામાં ઓછા 2થી 3 દિવસ રોકાઈશ.