જમ્મુ-કાશ્મીરમાં કોર્ટ કેમ્પસમાં ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરા-તફરી, પોલીસ જવાન ઈજાગ્રસ્ત
Jammu-Kashmir Grenade Blast : જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગ્રેનેટ વિસ્ફોટ થતા અફરાતફરી મચી છે. જિલ્લાના મલખાના કોર્ટ પરિસરમાં અચાનક ધડાકો થયો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ભૂલથી ગ્રેનેટ વિસ્ફોટ થયો
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઉત્તર કાશઅમીરના બારામુલાના મલખાના કોર્ટ પરિસરમાં આજે લગભગ એક વાગ્યેને પાંચ મિનિટે આ ઘટના બની છે, જેમાં ભૂલથી ગ્રેનેટ વિસ્ફોટ થતાં ડ્યુટી પર તહેનાત એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે કે, તેઓ અફવા પર ધ્યાન ન આપે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના બટાગુંડ ત્રાલમાં ગોળીબાર, એકને ઈજા
જમ્મુ-કાશ્મીરમાં ફરી પરપ્રાંતીય પર હુમલો
જમ્મુ-કાશ્મીરની વધુ એક ઘટનાની વાત કરીએ તો અહીંના બટાગુંડ ત્રાલમાં બિન-કાશ્મીરી લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. અહીં ગોળીબારની બનેલી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. તેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ પ્રકારનો ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં એક શખસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ પહેલાં પણ કરવામાં આવી હતી હત્યા
આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા હબ્બા કદલ વિસ્તારમાં શિખ સંપ્રદાયના બે લોકોને AK રાઇફલથી ગોળી મારી દીધી હતી. અમૃતસરના રહેવાસી અમૃત પાલ અને રોહિતની આ હુમલામાં મોત થઈ ગઈ હતી. આ પહેલાં ફેબ્રુઆરી 2023ની સવારે આતંકવાદીઓએ પુલવામામાં એક કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી દીધી હતી. વળી, મે 2023માં આતંકવાદીઓએ અનંતનાગના રહેવાસીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો : અયોધ્યાના ADMનું રહસ્યમય સંજોગોમાં મોતથી ખળભળાટ, રૂમમાં મળ્યો મૃતદેહ