જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સુરક્ષાદળોએ શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી

જમ્મુ-કાશ્મીર ઝોન પોલીસે કુલગામના કજ્જર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની વાત સ્વીકારી

પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં 1-2 આતંકીઓ ફસાયેલા હોવાની આશંકા છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સુરક્ષાદળોએ  શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી 1 - image

image : Twitter


Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીર ઝોન પોલીસે (Jammu Kashmir Zone Police) કુલગામના (Kulgam Encounter) કજ્જર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની વાત સ્વીકારી છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં 1-2 આતંકીઓ ફસાયેલા હોવાની આશંકા છે. 

પોલીસે ટ્વિટ કરીને આપી માહિતી 

પોલીસે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે કુજ્જરમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અનંતનાગમાં પણ સૈન્ય અને પોલીસે સંયુક્ત રીતે સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ઘણા દિવસો સુધી એન્કાઉન્ટરની સ્થિતિ જોવા મળી હતી. 


Google NewsGoogle News