રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકીઓ ઘેરાયા; ત્રણ જવાન ઘાયલ

વહેલી સવારથી જ કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન શરુ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકીઓ ઘેરાયા; ત્રણ જવાન ઘાયલ 1 - image


Encounter in rajouri : જમ્મુ-કાશ્મીરના (Jammu And Kashmir) રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. જે મામલે આજે વહેલી સવારથી જ આ જગ્યા પર સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.

ત્રણ જવાનો ઘાયલ થયા હતા 

મળતી માહિતી અનુસાર, રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની શોધ માટે સર્ચ ઓપરેશન તેજ બનવામાં આવ્યું છે. ગઈકાલે મોડી રાતે આતંકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સેના, જમ્મુ કાશ્મીર SOGની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. આ દરમિયાન રાજૌરી જિલ્લાના કાલાકોટ સબ ડિવિઝનના બ્રોહ સૂમ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 2 પેરા કમાન્ડો સહિત 3 સેનાના જવાન ઘાયલ થયા હતા.

મોડી રાતે સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન મોડી રાતે અથડામણમાં ફેરવાઈ ગયું જ્યારે વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ કોર્ડન તોડવાના પ્રયાસમાં દળો પર ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. તેમણે કહ્યું કે, ભાગી જવાના તમામ સંભવિત માર્ગોને બંધ કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.


Google NewsGoogle News