J&K ચૂંટણી: ગુલામ નબી આઝાદની પાર્ટીએ 13 અને AAPએ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા
Jammu Kashmir Election: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુલામ નબી આઝાદની પાર્ટી અને આમ આદમી પાર્ટી (AAP) એ પોતપોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુલામ નબી આઝાદની પાર્ટીએ 13 ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં મહત્વની સીટો માટે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં ગાંદરબલ સીટ પણ સામેલ છે, જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડવાના છે. બંને પક્ષો રાજ્યમાં તેમના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.
ચૂંટણી સમીકરણો ધ્યાને લઇ યાદી જાહેર કરી
જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે, જેના માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ સુધી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે, જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ગુલામ નબી આઝાદની પાર્ટી અને આમ આદમી પાર્ટી એ તમામ તબક્કા અને તમામ બેઠકોનું અભ્યાસ કરી ચૂંટણી સમીકરણો ધ્યાને લઇ પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
ગુલામ નબી આઝાદની પાર્ટીના ઉમેદવારો
ડોડા પૂર્વ: પૂર્વ મંત્રી અબ્દુલ મજીદ વાની
દેવસરઃ પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ અમીન ભટ
ભદરવાહઃ પૂર્વ એડવોકેટ જનરલ મોહમ્મદ અસલમ ગોની
ડોરુ: ડીડીસી સભ્ય એડવોકેટ સલીમ પારે
લોલાબ: મુનીર અહેમદ મીર
અનંતનાગ પશ્ચિમ: ડીડીસી સભ્ય બિલાલ અહેમદ દેવા
રાજપોરા (નેલોરા): ગુલામ નબી વાની
અનંતનાગ: મીર અલ્તાફ હુસૈન
ગાંદરબલ: કૈસર સુલતાન ગણાઈ
ઇદગાહઃ ગુલામ નબી ભટ
ખાનયાર: અમીર અહેમદ ભટ
ગુરાજઃ નિસાર અહેમદ લોન
હઝરતબલઃ પીર બિલાલ અહેમદ
આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી
પુલવામાઃ ફયાઝ અહેમદ સોફી
રાજપોરાઃ મુદ્દાસિર હસન
દેવસરઃ શેખ ફિદા હુસૈન
ડોરુઃ મોહસીન શફકત મીર
ડોડાઃ મેહરાજ દિન મલિક
ડોડા પશ્ચિમઃ યાસિર શફી મટ્ટો
બનિહાલઃ મુદ્દાસિર અઝમત મીર