મહેબૂબા મુફ્તીની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ, કાશ્મીરની ચૂંટણીમાં પીડીપીએ જાહેર કરી 8 ઉમેદવારની પહેલી યાદી
Jammu and Kashmir Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, જેને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તી સહિત આઠ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
મહેબૂબા ચૂંટણી નહીં લડે!
આ વખતે પીડીપી વડાં મહેબૂબા મુફ્તીના સ્થાને તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણી લડી છે. ઇલ્તિજા મુફ્તી બિજબિહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મહેબૂબા મુફ્તીએ આ સીટ પરથી 1996માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ પગલું મહેબૂબા મુફ્તી દ્વારા તેમની પુત્રીને રાજકીય વારસો સોંપવાની દિશામાં પહેલું પગલું છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં CRPFના પેટ્રોલિંગ કરતા કાફલા પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
આઠ ઉમેદવારોના નામની યાદી
જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેના મત વિસ્તારના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. પીડીપીના મહા સચિવ ગુલામ નબી લોન હંજુરાએ આ યાદી જાહેર કરી છે.
•બિજબિહારા - ઇલ્તિજા મુફ્તી
•અનંતનાગ પૂર્વ - અબ્દુલ રહેમાન વીરી
•દેવસર - સરતાજ અહેમદ મદની
•અનંતનાગ - ડૉ.મહેબૂબ બેગ
•ચરાર-એ-શરીફ - નબી લોન હંજુરા
•વાચી - જી.મોહીઉદ્દીન વાની
•પુલવામા - વહીદ-ઉર-રહેમાન પારા
•ત્રાલ - રફીક અહેમદ નાઈક
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઑક્ટોબરે થશે. પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર થશે.