જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, સાંજે પાંચ વાગ્યા સુધી 58.19% મતદાન, કિશ્તવાડમાં સૌથી વધુ 77.23%
Jammu Kashmir Election 2024 Voting Percentage : જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બમ્પર 58.19 ટકા મતદાન નોંધાયું છે. કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અહીં કિસ્તવાડમાં સૌથી વધુ 77.23 ટકા મતદાન યોજાયું છે.
જાણો કંઈ બેઠકો પર કેટલું નોંધાયુ મતદાન
- અનંતનાગ - 41.58 ટકા
- અનંતનાગ (પશ્ચિમ) - 45.93 ટકા
- બનિહાલ - 68 ટકા
- ભદ્રવાહ - 65.27 ટકા
- ડીએચ પોરા - 65.21 ટકા
- દેવસર - 54.73 ટકા
- ડોડા - 70.21 ટકા
- ડોડા (પશ્ચિમ) - 74.14 ટકા
- નીચે - 57.90 ટકા
- ઈન્દરવાલ - 80.06 ટકા
- કિશ્તવાડ - 77.23 ટકા
- કોકરનાગ (ST) - 58 ટકા
- કુલગામ - 59.58 ટકા
- પૈડર-નાગસેની - 76.80 ટકા
- પહેલગામ - 67.86 ટકા
- પંપોર - 42.67 ટકા
- પુલવામા - 46.22 ટકા
- રાજપોરા - 45.78 ટકા
- રામબન - 67.34 ટકા
- શંગસ - અનંતનાગ (પૂર્વ) - 52.94 ટકા
- શોપિયાં - 54.72 ટકા
- શ્રીગુફવારા-બિજબેહારા - 56.02 ટકા
- ત્રાલ - 40.58 ટકા
- ઝૈનાપોરા - 52.64 ટકા
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં ચાર, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં એક વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા.
13 પક્ષો વચ્ચે હરીફાઈ
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં આજે (18મી સપ્ટેમ્બર) બમ્પર મતદાન થયું છે. જ્યારે બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં પહેલી ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષોએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું છે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે રૂ. 24475 કરોડની સબસિડી મંજૂર, કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય