Get The App

અમારી સરકાર આવશે તો કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું, રાહુલ ગાંધીનું ચૂંટણી વચન

Updated: Sep 25th, 2024


Google News
Google News
Jammu And Kashmir Election


Jammu And Kashmir Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુ પહોંચ્યા છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર રોજગાર સહિત અનેક મુદ્દાઓના આક્ષેપો કરી રહ્યા છે. રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘તમારી સાથે અન્યાય થયો છે, તમારી લોકશાહી છીનવી લેવામાં આવી છે. આ રાજ્ય સ્થાનિક લોકોથી નહીં, પરંતુ બહારના લોકો ચલાવી રહ્યા છે. રાજ્યનો અધિકાર છીનવી લઈ તેને કેન્દ્રશાસિત બનાવી દેવામાં આવ્યો છે.’

જમ્મુ-કાશ્મીર બહારના લોકો ચલાવી રહ્યા છે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ‘ભાજપે તમને રાજ્યનો દરજ્જો આપ્યો નથી, તો અમે તમને રાજ્યનો દરજ્જો આપવા માટે તનતોડ મહેનત કરીશું. કારણકે, તે તમારો હક છે. તેના વિના તમે જમ્મુ-કાશ્મીરનું સપનું જોઈ શકશો નહીં, યુવાનોને રોજગારી મળશે નહીં. જ્યાં સુધી અહીં લેફ્ટનન્ટ ગવર્નર છે, ત્યાં સુધી બધું કામ બહારના લોકોને મળશે અને તે લોકો ઈચ્છે છે કે, જમ્મુમાં સ્થાનિક લોકોનું નહીં પરંતુ બહારના લોકોનું ચાલે.’

કાશ્મીરમાં વેપાર-ધંધાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘જમ્મુ અહીંનું સેન્ટ્રલ હબ છે... જે કાશ્મીરના બિઝનેસ અને ઉત્પાદનને સમગ્ર દેશ સાથે જોડે છે. પરંતુ ભાજપ સરકારે આ સેન્ટ્રલ હબની ભૂમિકા નષ્ટ કરી દીધી છે. અહીંના એમએસએમઈ અને આંત્રપ્રિન્યોરને પાંગળા કરી દીધા છે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરના એમએસએમઈ આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી અહીં રોજગાર સર્જન થશે નહીં. અમારી સરકાર બનશે, તો નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપીશું.’

આ પણ વાંચોઃ કર્ણાટકના મુખ્યમંત્રીને મોટો ઝટકો, જમીન કૌભાંડ અંગે MP-MLA કોર્ટનો કેસ નોંધવા નિર્દેશ

મોદી સરકાર પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે વિચાર્યું હતું કે ચૂંટણી પહેલા તમને તમારો રાજ્યનો દરજ્જો પાછો મળી જશે. તે સાચો રસ્તો હતો, પરંતુ હવે અમે ઈચ્છીએ છીએ કે તમને તમારા લોકતાંત્રિક અધિકારો વહેલામાં વહેલી તકે મળે. ભારતના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી. આ કોઈની સાથે ન થવું જોઈએ, જમ્મુ અને કાશ્મીરમાં અમારી સરકાર બનશે કે તરત જ અમે તમને રાજ્યનો દરજ્જો આપીશું. GST એ એક હથિયાર છે જેના વડે જમ્મુ અને કાશ્મીરના નાના અને મધ્યમ ઉદ્યોગો પર હુમલો કરવામાં આવ્યો હતો. સત્ય એ છે કે નોટબંધી અને ખોટા GSTએ ભારતમાં લાખો બિઝનેસને બરબાદ કરી દીધા હતા.’

અમારી સરકાર આવશે તો કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું, રાહુલ ગાંધીનું ચૂંટણી વચન 2 - image

Tags :
Jammu-And-Kashmir-ElectionRahul-GandhiNarendra-modiJandK-NewsJammu-and-Kashmir

Google News
Google News