Get The App

'કોંગ્રેસ અમારી સરકારનો ભાગ નહીં...', CM ઉમર અબ્દુલ્લાના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
Jammu And Kashmir


Omar Abdullah: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે શુક્રવારે મોટુ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસ મારી સરકારનો હિસ્સો નથી. તે અમને બાહ્ય ટેકો આપે છે. સીએમ ઓમર અબ્દુલ્લાહે મહારાષ્ટ્રમાં ચૂંટણી અને જમ્મુ ક્ષેત્રમાં નાગરિકો પર કથિત અત્યાચાર મામલે પણ નિવેદન આપ્યા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું છે કે, શુક્રવારે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભા પ્રસ્તાવ પર કોંગ્રેસના વલણ, કેદીઓ, કિશ્તવાતમાં સ્થાનિકો અને સેના પર અત્યાચાર મુદ્દે ચર્ચા થઈ હતી.  કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને ચૂંટણી લડી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળી હતી. પરંતુ કોંગ્રેસ ઓમર અબ્દુલ્લાહને બાહ્ય સમર્થન આપી રહી હોવાનુ ચોંકાવનારૂ નિવેદન આપતાં રાજ્યના રાજકરણમાં ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચોઃ દિલ્હીના નવા CM જૂના કરતાં હજાર ગણા સારાઃ ગવર્નર વીકે સક્સેનાએ ફરી કેજરીવાલની ટીકા કરી

રાજ્યનો દરજ્જો આપવા કરી વાત

કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં તેને બહુમત સાથે પસાર કર્યો હતો. જેમાં કોંગ્રેસના સભ્યો પણ ઉપસ્થિત હતા. અમે આ મુદ્દે આગળ વધ્યા છે. રાજકારણના કેદીઓને મુક્ત કરાવવાના સવાલ પર ઓમરે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં હોવા છતાં અમે સત્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે. મેં વિધાનસભામાં ભાષણ આપ્યું હતું કે, સત્યને અમે હાથો બનાવ્યો છે. અને સરળ પગલાં લીધા છે. આ મામલે સફળતાની અપેક્ષા છે.

ત્રણ સભ્યોની કેબિનેટની ઉપ-સમિતિની રચના

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ સરકાર રાજકીય કેદીઓ વિશે ધ્યાન કેન્દ્રિત કરશે. અને તેમને મુક્ત કરાવવા તમામ પ્રયાસો કરશે.  જેના માટે ત્રણ સભ્યોની કેબિનેટ ઉપ-સમિતિની રચના કરવામાં આવી હતી. જે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરતાં દ્રષ્ટિકોણ અપનાવશે. સમિતિ કેબિનેટને રિપોર્ટ સોંપી આ મામલે મદદ કરશે.

'કોંગ્રેસ અમારી સરકારનો ભાગ નહીં...', CM ઉમર અબ્દુલ્લાના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ 2 - image


Google NewsGoogle News