જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે ભાજપનો પ્લાન રેડી! જાણો કેટલી બેઠક પર લડશે, શું છે વ્યૂહનીતિ?

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
Jammu Kashmir Election 2024


Jammu Kashmir Election 2024: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક બાદ સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે 90 સભ્યોની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે આગામી ત્રણ તબક્કાની ચૂંટણીમાં પાર્ટી લગભગ 60 થી 70 સીટો પર ચૂંટણી લડી શકે છે. જેમાં ભાજપ લગભગ એક દાયકા પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના લડવા જઈ રહ્યું છે.

સ્વતંત્ર ઉમેદવારોને બીજેપી આપશે સમર્થન 

સૂત્રો અનુસાર પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં જેપી નડ્ડા જેવા ભાજપના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં પાર્ટીએ જમ્મુ ક્ષેત્રના ઘણા અગ્રણી લોકોની ઉમેદવારી પાછી ખેંચવાનો પણ નિર્ણય લીધો છે. તેમજ તેના બદલે, પક્ષ કાશ્મીર ખીણના તે મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારોને ઉભા ન રાખતા ત્યાંના મજબૂત સ્વતંત્ર ઉમેદવારોને સમર્થન આપશે. 2014 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ ગઠબંધન સરકારની રચના કરી હતી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્ય પ્રધાન હતા. જાન્યુઆરી 2016 માં સઈદના મૃત્યુ પછી, મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલ શાસનના ટૂંકા ગાળા પછી તેમના પિતાનું સ્થાન લીધુ હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે ભાજપે ફરી નવી યાદી જાહેર કરી, 44 નહીં હવે 15 જ ઉમેદવારોના નામ

જૂન 2018માં, ભાજપે પીડીપીની આગેવાની હેઠળની ગઠબંધન સરકારમાંથી વોકઆઉટ કર્યું હતું, જેના કારણે તે જ વર્ષે  નવેમ્બર મહિનામાં તત્કાલિન રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. આ પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ ન હતી.

આ પણ વાંચો: કોંગ્રેસને મોટો ઝટકો! દિગ્ગજ સાંસદ અને મહારાષ્ટ્રનો મોટો ચહેરો ગણાતાં નેતાનું નિધન

આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના સૌથી મોટા હરીફ, નેશનલ કોન્ફરન્સ (NC) એ તમામ 90 બેઠકો લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું છે. સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસે કાશ્મીર ખીણમાં 12 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે ફારુક અબ્દુલ્લાની પાર્ટીને જમ્મુ વિભાગમાં એટલી જ બેઠકોની ઓફર કરવામાં આવી હતી. 

કલમ 370 હટાવ્યા બાદ  આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે 

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાની ધારણા છે. કલમ 370 હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે ભાજપનો પ્લાન રેડી! જાણો કેટલી બેઠક પર લડશે, શું છે વ્યૂહનીતિ? 2 - image



Google NewsGoogle News