કલમ 370 મુદ્દે બબાલ! જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ધારાસભ્યોની ધમાચકડી
Jammu-Kashmir News: જમ્મુ-કાશ્મીર વિધાનસભા જાણે યુદ્ધ મેદાન બની ચુક્યુ છે. અનુચ્છેદ 370 પર હોબાળો આજે પણ યથાવત રહ્યો. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે સતત બીજા દિવસે સંઘર્ષ શરૂ જ રહ્યો. ત્યારબાદ માર્શલ એન્જિનિયર રશીદના ભાઈ અને આવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખને ગૃહમાંથી બહાર લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તેઓ પડી ગયા. શુક્રવારે પણ કંઈક આવું જ થયું હતું, ગૃહમાં આ પ્રકારની ઘટનાથી દરેક લોકો શર્મશાર થઈ ગયા હતાં. ધારાસભ્ય એકબીજા સાથે મારામારી પર આવી ગયાં હતાં. પદની ગરિમા સુધીનો પણ કોઈને વિચાર ન આવ્યો. આજેપણ વિધાનસભાનો નજારો કંઈક આવો જ રહ્યો. ગઈકાલે એન્જિનિયર રશીદના ભાઈએ અનુચ્છેદ 370 પુનઃસ્થાપિત કરતું બેનર બતાવતા હોબાળો શરૂ થયો હતો.
આજે ફરી આ પ્રકારના બેનર બતાવવામાં આવ્યા હતાં. બેનરના પ્રદર્શન પર કુપવાડાથી પીડીપી ધારાસભ્યએ હોબાળો શરૂ કર્યો હતો. ભાજપ ધારાસભ્યોએ તેના પર નારાજગી વ્યક્ત કરતાં નારા લગાવવાના શરૂ કરી દીધા હતાં. ભાજપ ધારાસભ્યો અનુચ્છેદ 370ની સામેના પ્રસ્તાવ પર સતત વિરોધ કરી રહ્યા છે. સત્ર શરૂ થતાં જ ભાજપ ધારાસભ્યોએ ઉભા થઈને સ્પીકર અને પીડીપી ધારાસભ્યો સામે નારા લગાવી વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું.
આ પણ વાંચોઃ 370 માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, ભાજપનો ઉગ્ર વિરોધ
વિધાનસભા બન્યું યુદ્ધનું મેદાન
અનુચ્છેદ 370 અને 35(A)ના પ્રસ્તાવના કારણે વિધાનસભા યુદ્ધનું મેદાન બની રહ્યું છે. આજેપણ વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. ધારાસભ્ય એકબીજા સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતાં. એવામાં માર્શલ અવી ગયાં અને ખુર્શીદ શેખને પકડીને ગૃહમાંથી બહાર કરી દીધાં. આ દરમિયાન તે નીચે પડી ગયાં. ત્યારબાદ પણ ભાજપ ધારાસ્યોનો નારા અને વિરોધ પ્રદર્શન શરૂ જ રહ્યું.
'અમને મંજૂર નથી અનુચ્છેદ 370'
ગુરૂવારે પણ જ્યારે વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે હોબાળો અને ખેંચતાણ થઈ રહી હતી તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ પોતાની ખુરશી પર બેસીને આ નજારો જોઈ રહ્યાં હતાં. આજે તેઓએ આ વિવાદ પર કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને વિધાનસભામાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવે દુનિયાને જણાવી દીધું કે, અહીંના લોકો શું ઈચ્છે છે. 5 ઓગસ્ટ 2020ના દિવસે જે પણ થયું તે અમને મંજૂર નથી. અમે કંઈ નથી ભૂલ્યા. અમે જાણીએ છીએ કે, કેવી રીતે વસ્તુઓ વિધાનસભા દ્વારા લાવવામાં આવે.
કાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શું થયું?
- લંગેટ વિધાનસભા બેઠકથી આવામી ઇત્તહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં અનુચ્છેદ 370નું બેનર લહેરાવ્યું અને હોબાળો શરૂ થયો.
- અનુચ્છેદ 370ની વાપસીના નારા લખેલા બેનરે ગૃહનો માહોલ એવો ગરમ કર્યો કે, જાણે વિધાનસભા યુદ્ધનું મેદાન બની ગઈ.
- ભાજપ ધારાસભ્યોએ ખુર્શીદ શેખનું પોસ્ટર છીનવી તેના ટુકડા કરી દીધાં.
- મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ગૃહમાં પોતાની જગ્યાએ બેસી બધું જોતા રહ્યાં.
- ધારાસભ્ય હોબાળો અને નારાબાજી કરી રહ્યા હતાં. સ્પીકર તમામને પોતાની જગ્યાએ બેસવા અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહ્યાં હતાં.
- માહોલ એટલો ગરમ થઈ ગયો કે, માર્શલે આવીને હોબાળો કરી રહેલાં વિપક્ષના અમુક ધારાસભ્યોને બહાર કાઢી દીધાં.
અનુચ્છેદ 370 સામેના પ્રસ્તાવ પર થયો હોબાળો
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં છેલ્લાં 5 દિવસથી અનુચ્છેદ 370ની વાપસીને લઈને હોબાળો થઈ રહ્યો છે. પીડીપીએ અનુચ્છેદ 370 સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બુધવારે ગૃહમાં પાસ થઈ ગયો. ભાજપ ધારાસભ્ય તેની સામે વાંધો ઉઠાવી સતત વિરોધ કરતાં રહ્યાં. જેને લઈને ગૃહમાં હોબાળો થયો હતો.