Get The App

ચૂંટણી પહેલા ભાજપમાં ભાગમભાગ: હવે દિગ્ગજ નેતાએ વિદ્રોહ કરવાની આપી ચેતવણી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
BJP



Jammu Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો પડકાર સામે આવ્યો છે. ચૂંટણી માટે ટિકિટ વિતરણ અંગે પક્ષમાં ભારે હોબાળો થયો છે જે શાંત થવાનો નામ નથી લઇ રહ્યો. ભાજપના કાર્યકરો પોતાના પક્ષ વિરૂદ્ધ જ પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા કાર્યકરો ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી બદલવા માંગ કરી રહ્યા છે. આ દરમિયાન એક પછી એક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ રાજીનામાં આપી રહ્યા છે. આ દરમિયાન સાંબા જિલ્લાના ભાજપ અધ્યક્ષે પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યો છે. 

શું છે રાજીનામું આપવાનું કારણ?

સાંબા જિલ્લાના ભાજપ અધ્યક્ષે પૂર્વ મંત્રી સુરજીત સિંહ સલાથિયાની ઉમેદવારીનો વિરોધ નોંધવવા પાર્ટીમાંથી રાજીનામું આપ્યો છે. તેઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. 

આ પણ વાંચોઃ VIDEO: પોતે જ ખિસ્સામાં ડ્રગ્સ મૂકીને યુવકને ફસાવવા માંગતી હતી પોલીસ, CCTVમાં પકડાઈ કરતૂત

ટિકિટ વિતરણ અંગે અસંતોષ

રાજ્યના વધુ એક દિગ્ગજ નેતા ચંદ્રમોહન શર્માએ પાર્ટીમાં ટિકિટ વિતરણ અંગે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, 'ટિકિટોની અયોગ્ય વહેંચણીને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે અસંતોષ અને ગુસ્સો છે. તેઓ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા વિરોધ કરી રહ્યા છે. હું ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છું અને હું અયોગ્ય વહેંચણીના કારણે દુઃખી છું. આથી અન્ય લોકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.'

વિરોધના કારણે અગાઉ રદ કરી હતી યાદી

નોંધનીય છે કે, ભાજપે સૌથી પહેલા 44 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી. જો કે કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે એ યાદી રદ કરવાની નોબત આવી હતી. પહેલી યાદીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓનું નામ ન હોવાના કારણે વિવાદ થયો હતો. નારાજગીને જોતાં ભાજપે યાદી રદ કરી હતી. ત્યારે સવાલ થઇ રહ્યો છે કે, શું ભાજપ ફરી ઉમેદવારોની જાહેર કરાયેલી યાદી રદ કરશે? પક્ષના નારાજ કાર્યકર્તાઓ પક્ષ વિરૂદ્ધ સતત વિરોધ કરી રહ્યા છે અને પક્ષના રાજકીય નેતૃત્વની ટીકા કરી રહ્યા છે. આ આંતરિક બળવાથી રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ ભાજપની ઇચ્છા પૂરી થઈ, હરિયાણામાં બદલાઈ ચૂંટણીની તારીખ, જાણો ક્યારે આવશે પરિણામ

કલમ 370 હટાવ્યા બાદ  આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે 

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાની ધારણા છે. કલમ 370 હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પણ પડકાર

જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેનો ગઠબંધ પણ ભાજપ માટે મોટો પડકાર બની શકે છે કારણ કે કોંગ્રેસ જમ્મુ વિભાગમાં ભાજપને 20 બેઠકો સુધી મર્યાદિત રાખવાની યોજના ધરાવે છે. સ્થાનિક મુદ્દાઓ પર ભાજપનો વિરોધ નકારી શકાય તેમ નથી. 

ભાજપ આ મુદ્દા પર ચૂંટણી લડશે

ભાજપ આ ચૂંટણીમાં એ મુદ્દો જોરદાર રીતે ઉઠાવશે કે નેશનલ કોન્ફરન્સ (NC)ના ઢંઢેરામાં હરિશંકરાચાર્ય પર્વતનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન કરવાનું વચન છે. આ સાથે એનસી મેનિફેસ્ટોમાં પાકિસ્તાન સાથે વાતચીત અને મધ્યસ્થી દ્વારા કલમ 370 નાબૂદ કરવાની પણ વાત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, જમ્મુ ક્ષેત્રના હિંદુઓને આ મુદ્દાઓ પર કોંગ્રેસ સાથે મતભેદ હોઈ શકે છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસેથી 370 અને 35A પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની માગણી કરતાં રહે છે.


Google NewsGoogle News