Get The App

ચૂંટણી પહેલા ઓમર અબ્દુલ્લાને સતાવી રહ્યો છે આ વાતનો ડર, કહ્યું- તો કાશ્મીરમાં બનશે ભાજપની સરકાર

Updated: Sep 12th, 2024

GS TEAM


Google News
Google News
Omar Abdullah



Jammu Kashmir Assembly Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી હવે થોડાક જ દિવસોમાં યોજાવવા જઇ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા તમામ પક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જો કે, મતદાન પહેલા પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. હકિકતમાં ઓમર અબ્દુલ્લાને આ વાતનો ડર સતાવી રહ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બની શકે છે.

શું કહ્યું ઓમર અબ્દુલ્લાએ?

મીડિયા સાથે વાતચીત કરતાં ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેમને એ વાતનો ડર છે કે જો કાશ્મીર ખીણમાં વોટ વહેંચાઇ જશે તો તેનો સીધો લાભ ભાજપને થશે. એ પરિસ્થિતિમાં ભાજપ સત્તામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે કાશ્મીરની પ્રજાને અપીલ કરી હતી કે તે તેમના વોટ આપવાની સત્તાનો સમજી-વિચારીને ઉપયોગ કરે.

આ પણ વાંચોઃ ‘વડાપ્રધાન મોદીનું નવું કાશ્મીર નિષ્ફળ’, જેલમાંથી બહાર આવતા જ બારામુલા સાંસદ એન્જિનિયર રાશિદ

મહબૂબા મુફ્તીને પણ ડર

ઓમર અબ્દુલ્લા ઉપરાંત પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને પણ વોટ વહેંચાઇ જવાનો જોખમ દેખાઇ રહ્યો છે. તેમણે તો એમ પણ કહ્યું કે, એન્જિનિયર રાશિદ જેવા નેતા કાશ્મીર ખીણમાં ભાજપના પૂરક બની કામ કરી રહ્યા છે અને ભાજપની બી ટીમ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.

ભાજપની વ્યૂહનીતિ શું છે?

કાશ્મીરમાં ભાજપની વ્યૂહનીતિ પણ એવી જ જણાઇ રહી છે. પાર્ટીએ જમ્મુમાં તો દરેક બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ કાશ્મીર ખીણમાં માત્ર 19 બેઠકો પર જ ઉમેદવાર ઉતાર્યા છે. આ અંગે નિષ્ણાતો તર્ક આપી રહ્યા છે કે, પાર્ટી પોતાના બળે કાશ્મીરમાં વધુ બેઠકો નથી જીતી શકતી, આવી સ્થિતિમાં પ્રાટીએ અપક્ષ ઉમેદવારો પર ભરોસો વ્યક્ત કર્યો છે અને ચૂંટણી બાદ ભાજપ જીતેલા અપક્ષ ઉમેદવારોને પોતાની સાથે સામેલ કરી શકે છે.

આ પણ વાંચોઃ શિમલા મસ્જિદ વિવાદનો અંત, ગેરકાયદે ગણાતો હિસ્સો જાતે જ તોડી પાડવા મુસ્લિમો થયા તૈયાર

અનંતનાગથી ભાજપના ઉમેદવાર રફીક વાણીએ આ અંગે વાત કરતા કહ્યું કે, 'એન્જિનિયર રાશિદ, સજ્જાદ લોન કે અલ્તાફ બુખારી આ બધા જ અમારા ભાઇ છે. આવા ઘણાં અપક્ષ ઉમેદવારો છે જે પાર્ટી માટે કામ કરવાના છે અને પાર્ટીને લાભ પહોંચાડવાના છે. ભાજપની વ્યૂહનીતિ છે કે તે જમ્મુમાં તમામ 35 બેઠકો પર જીત હાંસલ કરશે તેમજ કાશ્મીરમાં સાથી પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ભરોસે રહેશે.'

Tags :