Get The App

'ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે': કાશ્મીરમાં રૅકોર્ડબ્રેક મતદાન વચ્ચે ચૂંટણી કમિશ્નરની પ્રતિક્રિયા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
'ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે': કાશ્મીરમાં રૅકોર્ડબ્રેક મતદાન વચ્ચે ચૂંટણી કમિશ્નરની પ્રતિક્રિયા 1 - image


Image Source: Twitter

Jammu Kashmir Assembly Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણાં દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપના રવિન્દર રૈના ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં રૅકોર્ડ બ્રેક મતદાન થઈ રહ્યું છે. આ મતદાનને લઈને મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું છે કે, ‘જમ્મુ-કાશ્મીરના મતદારોનો હું આભાર માનું છું. ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચને ખુશી છે કે, સમગ્ર ખીણ વિસ્તાર અને જમ્મુમાં ખૂબ ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે.’ 

લાંબી લાઈનમાં નજર આવ્યા મતદારો

રાજીવ કુમારે કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે સમગ્ર ઘાટી અને જમ્મુમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે, પછી તે શ્રીનગર હોય કે ચિનાર બાગ, દરેક જગ્યાએ લોકો સવારથી જ લાંબી લાઇનમાં ઊભા છે. 'આ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે.' દરેક જગ્યાએ લોકો મતદાન કરવા આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ મતદાન

આ દરમિયાન તેમણે કહ્યું કે, એ વિસ્તારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં પહેલા ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિશ્વ એ આ જોવું જોઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે કેવી રીતે થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીને જોવા માટે મોટી સંખ્યામાં રાજદ્વારીઓ પણ આ વિસ્તારમાં છે.

6 જિલ્લામાં સૌથી વધુ મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે બુધવારે બપોરે 1:00 સુધીમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 36.93% મતદાન થયું છે. તમામ છ જિલ્લાઓમાંથી રિયાસીમાં સૌથી વધુ 51.55% મતદાન થયું હતું, જ્યારે શ્રીનગરમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં સૌથી ઓછું 17.95% મતદાન થયું હતું.

પૂંછમાં 49.94%, રાજૌરીમાં 46.93%, બડગામમાં 39.43% અને ગંદેરબલમાં 39.29% મતદાન થયું છે.


Google NewsGoogle News