95,000 કમાન્ડો, કાશ્મીરના ખૂણે ખૂણે રાખશે નજર... જાણો ચૂંટણી માટે સેનાની તૈયારી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
95,000 કમાન્ડો, કાશ્મીરના ખૂણે ખૂણે રાખશે નજર... જાણો ચૂંટણી માટે સેનાની તૈયારી 1 - image


Image Source: Twitter

Jammu Kashmir Assembly Election: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના આદેશ પર સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 95,000થી વધુ કમાન્ડો તહેનાત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન દરેક ખૂણે ચાંપતી નજર રખાશે. અર્ધલશ્કરી દળોની લગભગ 500 કંપનીઓ કાશ્મીર પ્રદેશમાં તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત 450 કંપનીઓ જમ્મુ પ્રદેશમાં તહેનાત કરવામાં આવશે.

ચૂંટણી પંચે MHAની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે ખાસ વ્યૂહનીતિ બનાવી છે. આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચના નિર્દેશ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓએ ફૂલપ્રૂફ સુરક્ષાની વ્યવસ્થા કરી છે. તેમાં જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રમાં લગભગ 95 હજાર સૈનિકો તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત અહીં પહેલેથી તહેનાત અર્ધલશ્કરી દળોની કંપનીઓને રોકી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અમરનાથ યાત્રા દરમિયાન આ વિસ્તારમાં વધારાના સૈન્ય દળો તહેનાત કરાયા હતા. 

જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના એલાન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની ચૂંટણીને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ઘણાં ફેરફારો થયા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 ને હટાવવી.

જેમ-જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ રહી છે. શું નેશનલ કોન્ફરન્સ (NC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) કાશ્મીર અને જમ્મુ પ્રદેશોમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે? તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCએ ઘાટીની ત્રણમાંથી બે બેઠકો પર જીત હાંસલ કરી હતી, જ્યારે ભાજપે જમ્મુની બંને બેઠકો પર કબજો કર્યો છે. જો વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ વોટિંગ પેટર્નનું પુનરાવર્તન કરવામાં આવશે તો તે કેન્દ્ર શાસિત પ્રદેશના ભવિષ્યના રાજકીય પરિદ્રૃશ્યને આકાર આપી શકે છે. 


Google NewsGoogle News