જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત વચ્ચે કોણ છે મજબૂત સ્થિતિમાં? જાણો રાજકીય સમીકરણો
Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રાજકીય પક્ષો તનતોડ તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં કોનો રાજકીય આધાર મજબૂત અને કયો પક્ષ નબળો? તેની વિવિધ અટકળો લગાવાઈ રહી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી પરથી તેનો અંદાજો લગાવી શકાય છે. જો કે, લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દાઓ અને ઉદ્દેશો અલગ-અલગ હોય છે, તેથી એવું જરૂરી નથી કે જે પરિણામો લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા હતા તે જ પરિણામો વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે.
આ પણ વાંચો : ઝારખંડમાં નવા-જૂનીના એંધાણ, ચંપાઈ સોરેન 6 ધારાસભ્યો સાથે દિલ્હી રવાના, શું ભાજપમાં જોડાશે?
જમ્મુ અને કાશ્મીરમાં એનડીએ અને I.N.D.I.A ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો
લોકસભા ચૂંટણી દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં એનડીએ અને I.N.D.I.A ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો હતો. એક તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને બીજી તરફ ભાજપ હતું. લોકસભાની ચૂંટણીના પરિણામોએ જાહેર કર્યું છે કે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ મજબૂત છે, જ્યારે જમ્મુમાં ભાજપ મજબૂત છે. તેવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ નેશનલ કોન્ફરન્સ અને ભાજપ બે પ્રબળ દાવેદાર જણાય છે.
જાણો શું છે ફારૂક-ઓમર અબ્દુલ્લાનો પ્લાન?
કાશ્મીર ખીણમાં નેશનલ કોન્ફરન્સ મજબૂત છે અને ફારુક અબ્દુલ્લા ચૂંટણી કમાન્ડ જાળવી રાખવા માંગે છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. હવે ઓમર અબ્દુલ્લા પક્ષના દબાણ અને પિતાની તબિયતને ટાંકીને પોતાના પાછલા ઠરાવ પર પુનર્વિચાર કરવાની વાત કરી રહ્યા છે. બંને પિતા-પુત્ર આ ચૂંટણીમાં પોતાની તાકાત લગાવવાના મૂડમાં છે, જેથી વિરોધીઓને જીતની કોઈ તક ન મળે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ભયંકર અકસ્માત, બસ અને પીકઅપ વચ્ચે ટક્કર થતાં 8 લોકોનાં કમકમાટીભર્યા મોત
PDP માટે અસ્તિત્વની લડાઈ
છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં સૌથી વધુ બેઠકો જીતનાર PDP પોતાના અસ્તિત્વ માટે લડવા જઈ રહી છે. PDP નેતા મહેબૂબા મુફ્તી અને તેમના અન્ય બે ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા હતા, પરંતુ તે પછી પક્ષના કેટલાક બળવાખોર નેતાઓ ફરીથી પક્ષમાં જોડાયા હતા. હવે જ્યારે મહેબૂબા મુફ્તીએ પોતે વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે, ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી વિધાનસભા ચૂંટણી લડશે. પક્ષને આશા છે કે દક્ષિણ કાશ્મીરમાં PDPના ઉમેદવારો જીતશે.
જમાત-એ-ઇસ્લામીની વોટ બેન્ક પર નજર
PDPની નજર જમાત ઈસ્લામીની વોટ બેન્ક પર છે. જો કે જમાત-એ-ઈસ્લામીએ ખીણમાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભાજપના સાથી અલ્તાફ બુખારી પોતાના પક્ષની મદદથી તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. હવે PDP તેમની સાથે વાત કરીને મતો આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ બીજી તરફ એન્જિનિયર રાશિદની પાર્ટી AIP (આવામી ઇત્તેહાદ પાર્ટી) પણ જમાતની વોટ બેન્ક પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો : ...તો કોલકાતા દુષ્કર્મ પીડિતાની ઓળખ ભાજપના દિગ્ગજ નેતાએ જાહેર કરી? પોલીસે નોટિસ ફટકારી
કોંગ્રેસે બનાવી વ્યૂહનીતિ?
જમ્મુમાં કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. આવી સ્થિતિમાં આ વખતે કોંગ્રેસની નજર કાશ્મીરની કેટલીક પરંપરાગત બેઠકો પર છે. આવી સ્થિતિમાં પાર્ટી કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન ઈચ્છે છે અને જો એનસી સહમત ન થાય તો તે PDP સાથે ચૂંટણી લડી શકે છે. આ જ કારણ છે કે ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. આ દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પોતાનું નિવેદન બદલ્યું છે કે, તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે પાર્ટીમાં વાતચીત કર્યા બાદ નિર્ણય લેશે.