કલમ 370 મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી, ઝપાઝપી
Jammu Kashmir Assembly: જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરૂવારે જોરદાર બબાલ થઇ. વિધાનસભામાં પક્ષ અને વિપક્ષના ધારસભ્યો સામ-સામે બાખડી પડ્યા હતા. આ હોબાળો કલમ 370 ની વાપસીના પ્રસ્તાવ મુદ્દે થયો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં નવી ઓમર અબ્દુલ્લાહની સરકારે કલમ 370ની વાપસી માટે પ્રસ્તાવ પાસ કરી દીધો છે. જેના પગલે ભાજપના નેતાઓ જોરદાર રીતે તેનો વિરોધ કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે બારામૂલાથી લોકસભા સાંસદ એન્જીનિયર રાશિદના ભાઇ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટિકલ 370 નું બેનર બતાવ્યું, ત્યારબાદ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારબાદ સદનને થોડીવાર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
વિધાનસભાની સ્થિતિ એવી થઇ ગઇ છે કે માર્શલને બચાવવા માટે વચ્ચે આવવું પડ્યું. વિધાનસભામાં હંગામો કરી રહેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો. ત્યારબાદ સદનની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત કરી દીધી છે.
તમને જણાવી દઇએ કે અહમદ શેખ લંગેટ વિધાનસભા સીટ પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ આર્ટિકલ 370 અને 35 A ને ફરીથી બહાલ કરવા માટે જમ્મૂ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.