Get The App

2 હજાર વાહનો ફસાયા, અટલ ટનલ બંધ, ફ્લાઇટ રદ... હિમાચલ-જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
2 હજાર વાહનો ફસાયા, અટલ ટનલ બંધ, ફ્લાઇટ રદ... હિમાચલ-જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું 1 - image


Jammu Kashmir Weather Update: જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્ત વ્યસ્ત છે. સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. જેનાથી અનંતનાગમાં 2 હજારથી વધારે વાહનો ફસાઈ ગયા છે. શ્રીનગર-લેહ-હાઇવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને જોડતાં જોજિલા પાસનું તાપમાન 25 સેલ્સિયસ ડિગ્રી રહ્યું. ખરાબ સિઝનના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. જેના કારણે 5 ફ્લાઇટ રદ કરવી પડી હતી.

શુક્રવારે શ્રીનગર, ગાંદરબલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં, પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા શરુ થઈ. પ્રદેશના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને ખરાબ સિઝનમાં પોતાનો બચાવ કરવા અને સતર્ક રહેવા કહ્યું છે. તેઓએ કહ્યું કે, અનંતનાગના ડેપ્યુટી કમિશ્નર પાસેથી હાલની સ્થિતિની અપડેટ લીધી છે. હાઇવે પર ફસાયેલા ટુરિસ્ટ અને તેમના વાહનોને કાઢવાનો પ્રયાસ ચાલુ છે. ભારે વાહનોને આગળ જવાની મંજૂરી મળી રહી છે, પરંતુ હલકા અને પર્યટક વાહનોને નીકાળીને સુરક્ષિત ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ LIVE : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે

અન્ય પહાડી વિસ્તારમાં કેવું છે વાતાવરણ?

હવામાન વિભાગ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં 29થી 31 ડિસેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે. 1થી 5 જાન્યુઆરીની વચ્ચે કાશ્મીરમાં અમુક જગ્યાએ થોડી હિમવર્ષા થઈ શકે છે. શનિવારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં શીતલહેર અને ભારે હિમવર્ષાનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણને જોતાં ચમોલીમાં તમામ સરકારી, બિન સરકારી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના 6 પહાડી જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદ સાથે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે લાહોર-સ્પીતિ, ચંબા, કાંગડા, કુલ્લૂ, શિમલા, કિન્નોર માટે આવનાર 24 કલાક એટલે કે રવિવાર સુધી ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં કેવી છે સ્થિતિ?

હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદના કારણે અટલ ટનલ રોહતાંગ સુધી વાહનોની અવર-જવર ફરી બંધ કરી દેવામાં આવી છે. શિમલાને રામપુરથી જોડનારો નેશનલ હાઇવે-5, છરાબડા, ફાગૂ લપસણો બની ગયો છે. નારકંડાની પાસે રસ્તા બ્લોક છે. સેન્જમાં શિમલા માટે વાહન વ્યવહારને લુહરી/સુન્ની રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે કિન્નૌર અને લાહોર-સ્પીતિ જિલ્લામાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા અને અમુક જગ્યાએ ભારે હિમવર્ષાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ યુપીમાં યોગીનો બુલડોઝર 'અન્યાય', 15 મહિલા ફેરિયાની શાકભાજી-આજીવિકા પર જેસીબી ફેરવ્યું


આવનાર 12 કલાકમાં કુલ્લુ, શિમલા, મંડી જિલ્લામાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા/વરસાદ થવાની સંભાવના છે. હમીરપુર, બિલાસપુર, ઉના, સિરમૌર અને સોલન જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ગરજ ચમક સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. બિલાસપુર, ઉના અને સોલન જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ઓલાવૃષ્ટિ થવાની સંભાવના છે. ચંબા અને કાંગડા જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ અમુક સ્થાને ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. સરકારે પર્યટકો અને સ્થાનિક લોકોને ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપી રહી છે. 


Google NewsGoogle News