Exit Poll Results 2024 : જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ સૌથી આગળ, હરિયાણામાં ભાજપને ઝટકો
Vidhan Sabha Exit Poll 2024 Live Updates : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે હરિયાણા(Haryana)માં શનિવારે (5 ઑક્ટોબર) 90 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. મતગણતરી 8 ઑક્ટોબરે થશે. ત્યારે હરિયાણાનું મતદાન પૂર્ણ થતાં જ આજે 6 વાગ્યે એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યા છે. તેનાથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે.
હરિયાણા વિધાનસભાના એક્ઝિટ પોલ
જમ્મુ કાશ્મીર વિધાનસભાના એક્ઝિટ પોલ
જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ સૌથી આગળ
ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વે અનુસાર, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના અનુસાર, 90 બેઠકો વાળા રાજ્યમાં કોંગ્રેસ-નેશનલ ગઠબંધનને 40-48 બેઠકો, ભાજપને 27-32 બેઠકો, પીડીપીને 6-12 બેઠકો, અન્યના ખાતામાં 6-11 બેઠકો મળવાનો અંદાજ છે.
હરિયાણામાં ભાજપને મોટો ઝટકો
મોટાભાગના સર્વેમાં હરિયાણામાં કોંગ્રેસની 10 વર્ષ બાદ વાપસી જોવા મળી રહી છે. રિપબ્લિક ભારત-મૈટ્રિઝના એક્ઝિટ પોલમાં ભાજપને 18-24, કોંગ્રેસને 55-62, જેજેપી ગઠબંધનના ખાતામાં 0-3, આઈએનએલડી ગઠબંધનના ખાતામાં 3-6 અને અન્યના ખાતામાં 2-5 બેઠકો મળવાનો અંદાજ છે.
હરિયાણામાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસની વિનેશ ફોગાટ અને જેજેપીના દુષ્યંત ચૌટાલા સહિતના 1027 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. આ વખતે સત્તાધારી ભાજપ રાજ્યની જીતની હેટ્રિક લગાવવાના આશા લગાવી રહી છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા બાદ વાપસીની આશા રાખી રહ્યું છે. આ ચૂંટણીમાં મુખ્ય રીતે ભાજપ, કોંગ્રેસ, આપ ઈનેલો-બસપા અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી સામેલ છે.